પાંઉ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#કુકસ્નેપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. ૨ નગબટાકા
  2. ૨ નંગડુંગળી
  3. ૪ નંગટામેટા
  4. ૧ નંગગાજર
  5. ૧ નંગનાનું બીટ
  6. ૧/૨ કપફ્રેશ વટાણા
  7. ૧/૪ કપચોપ કરેલ કેપ્સીકમ
  8. ૩ નંગલીલા મરચાં
  9. ૧ ઈંચ આદુનો ટુકડો
  10. ૨ ટેબલ સ્પૂનઝીણા સમારેલા લીલા ધાણા
  11. ૧ નંગલીંબુ
  12. સ્વાદ અનુસારમીઠું,
  13. સ્વાદ પ્રમાણેચપટી હિંગ
  14. ૧ ટેબલ સ્પૂનતેલ
  15. ૧ ટેબલ સ્પૂનમેલ્ટેડ બટર ભાજીના વઘાર માં નાખવા માટે
  16. ૧કયુબ બટર
  17. જરૂરિયાત મુજબબટર પાંઉ શેકવા માટે
  18. ૧ ટીસ્પૂનપાંઉ ભાજી મસાલો
  19. ૧ ટીસ્પૂનલાલ મરચાનો પાઉડર
  20. ૧ ટીસ્પૂનહળદર
  21. ૧ ટીસ્પૂનધાણાજીરું
  22. ૧ ટીસ્પૂનજીરુ
  23. ૧૨ નંગ પાંઉ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકા, ગાજર, ટામેટા,બીટને ધોઈ અને રફલી ચોપ કરી લેવા.એક કુકરમાં ૧ કપ પાણી નાખી ઉકાળવું.તેમાં ચોપ કરેલ શાકભાજી અને વટાણા નાખો.૨ સીટી વગાડો.ઠંડું પડે એટલે તેને પોટેટો પ્રેશરની મદદથી પ્રેસ કરી લેવા.

  2. 2

    હવે એક પેનમાં તેલ તથા ઘી ગરમ કરો.તેમાં જીરું નાખી ક્રેક થાય એટલે તેમાં ચોપ કરેલ ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચાં તથા એક ટામેટુ નાખો અને બીલકુલ ધીમા તાપે સાંતળી લો.સરસ સોતે થાય એટલે તેમાં હિંગ, છીણેલું આદુ, મીઠું, મરચાં પાઉડર, હળદર, ધાણાજીરું નાખી મિક્સ કરી લો.

  3. 3

    તેલ છુટું પડે એટલે તેમાં કુક કરેલા શાક એડ કરી મિક્સ કરી લો.ધીમા તાપે હલાવતા રહો.૫ થી ૭ મિનિટ સુધી ગેસ ઉપર રાખવું.હવે તેમાં પાંઉ ભાજી મસાલો, લીંબુ નો રસ, લીલા ધાણા,૧ કયુબ બટર નાખો.સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થશે અને તેલ છુટું પડે એટલે ગેસ ઓફ કરી દેવો.

  4. 4

    હવે એક નોનસ્ટિક તવી પર તેલ લગાવી પાંઉને કટ કરી બંને બાજુ શેકો.ગરમાગરમ પાંઉ ભાજી સાથે ગ્રીન ચટણી, લસણ મરચાં ની ચટણી, ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes