વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#GA4
#Week17
#Cheese
#pizza
#પીઝા
#ચીઝ
#cookpadindia
#cookpadgujarati

વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)
મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.

બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ (લોટ માટે)40 મિનિટ (પીઝા માટે)
2 મીડીયમ સાઈઝ પીઝા
  1. ➡️ યીસ્ટ એકટીવ કરવા માટે:
  2. 1 tbspઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ
  3. 1 tspખાંડ
  4. 1 કપહુંફાળું પાણી
  5. ➡️ પીઝા બેઝ માટે ના ઘટકો:
  6. 2 કપમેંદો
  7. 2 tspઓરેગાનો
  8. 1 tspચીલી ફ્લેક્સ
  9. 1 tbspઓલિવ ઓઇલ
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. ➡️ પીઝા ટોપિંગ માટે ના ઘટકો:
  12. 8 નંગચીઝ સ્લાઈસ
  13. 300 ગ્રામછીણેલું મોઝેરેલા ચીઝ
  14. 3/4 કપપીઝા સોસ
  15. 1/8 કપડાઈસ્ડ રેડ બેલ પેપ્પર
  16. 1/8 કપડાઈસ્ડ યેલો બેલ પેપ્પર
  17. 1/8 કપડાઈસ્ડ ઓરેન્જ બેલ પેપ્પર
  18. 1/8 કપડાઈસ્ડ ગ્રીન કેપ્સિકમ
  19. 2 ટેબલસ્પૂનજેલેપેનો
  20. 2 ટેબલસ્પૂનબ્લેક ઓલિવ્ઝ
  21. 6-7બેબી કોર્ન (ઉભા સમારેલા)
  22. 8-10 નંગચેરી ટોમેટો (1 ના 2 કટકા કરવા)
  23. 2 નંગમોટા લીલા મરચાં ની સ્લાઈસ
  24. જરૂર મુજબઓરેગાનો (સ્પ્રિંકલ કરવા માટે)
  25. જરૂર મુજબચીલી ફ્લેક્સ (સ્પ્રિંકલ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ (લોટ માટે)40 મિનિટ (પીઝા માટે)
  1. 1

    સૌ પ્રથમ હુંફાળા પાણી માં ખાંડ મિક્સ કરો. પછી તેમાં ઇન્સ્ટન્ટ યીસ્ટ મિક્સ કરો અને 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકી મૂકી દો એટલે યીસ્ટ એકટીવ થઇ જશે.

  2. 2

    હવે ઉપર જણાવ્યા પ્રમાણે પીઝા બેઝ ના બધા ઘટકો એક મોટા બાઉલ માં લઇ તેમાં એકટીવ યીસ્ટ નું મિશ્રણ ઉમેરી ચીકણો, ઢીલો લોટ બાંધો. હવે આ લોટ ને પહોળી જગ્યા પર લઇ 10 મિનિટ મસળો. ત્યારબાદ તેને એક મોટા બાઉલ માં મૂકી ઉપર ઓલિવ ઓઇલ લગાવી પ્લાસ્ટિક ફિલ્મ અથવા ઢાંકણ થી ઢાંકી એક કલાક માટે મૂકી રાખો જેથી લોટ ફૂલી ને ડબલ થઇ જશે.

  3. 3

    હવે 1 કલાક પછી લોટ ને પંચ કરી 1-2 મિનિટ માટે મસળો. ત્યારબાદ લોટ માંથી 2 મોટા અને 2 નાના લુવા કરો. હવે મોટા લુવા ને મેંદા થી ડસ્ટીંગ કરી બેકિંગ ટ્રે માં હાથ થી (અથવા વણી ને) ગોળાકાર માં જોઈતી સાઈઝ અને જાડાઈ પ્રમાણે પાથરી દો. હવે તેની ઉપર પીઝા સોસ લગાવો અને ઉપર 4 ચીઝ સ્લાઈસ ગોઠવો. હવે બીજુ લેયર કરવા માટે નાનો લુવો લઇ એજ સાઈઝ નો પણ થોડો પાતળો રોટલો વણી લો અને પેહલા રોટલા ઉપર પાથરી દો. હવે ફોર્ક થી કાણા પાડી દો.

  4. 4

    હવે તેની ઉપર પણ પીઝા સોસ લગાવો અને 100 ગ્રામ જેટલી મોઝેરેલા ચીઝ પાથરો. હવે ઉપર જણાવેલ ટોપિંગ માટે ના બધા વેજિટેબલ્સ ઈચ્છા મુજબ પાથરો. ફરી 50 ગ્રામ જેટલું મોઝેરેલા ચીઝ અને થોડા વેજિટેબલ્સ નું લેયર કરો. ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો. હવે પીઝા ને પ્રીહિટ કરેલા ઓવન માં 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ માટે બેક કરો. આ રીતે બીજો પીઝા પણ બનાવી લો.

  5. 5

    તૈયાર છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ માટે ગરમા ગરમ પીઝા કટ કરી ને સર્વ કરો. સાથે ગાર્લિક ઓઇલ, કેચપ, કોલ્ડ્રીંક, વગેરે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes