રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-45 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 6-7બટાકા
  2. 2લાંબા રીંગણ
  3. 1રતાડું
  4. 1સુરણ
  5. 1ટામેટું
  6. 2કાચા કેળા
  7. 250 ગ્રામદાણા વાળી સુરતી પાપડી
  8. 200 ગ્રામલીલવા
  9. જરૂર મુજબ મેથી ના મુઠીયા
  10. 1ઝૂડી લીલુ લસણ
  11. તેલ વઘાર માટે
  12. ચપટીધાણાજીરું
  13. ચપટીહળદર
  14. તીખું મરચું જરૂર મુજબ
  15. કાશ્મીરી મરચું જરૂર મુજબ
  16. ચપટીહિંગ
  17. આદુ થોડું
  18. મીઠુ સ્વાદ પ્રમાણે
  19. ખાંડ જરૂર મુજબ
  20. 1 નાની ચમચીઅજમો
  21. 2 ચમચીસુરતી ઉંધીયાનો મસાલો
  22. ખાંડ ઓપ્શનલ
  23. ધાણા ગાર્નીશિંગ માટે
  24. મુઠીયા માટે
  25. 1 કપઘઉં નો જાડો લોટ
  26. થોડોક ચણાનો લોટ
  27. થોડી મેથીની ભાજી
  28. 1 ચમચીદહીં
  29. 1કળી લસણ
  30. ચપટીક ખારો
  31. મીઠુ સ્વાદ મુજબ
  32. ખાંડ સ્વાદ મુજબ
  33. થોડાક લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30-45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મુઠીયા માટે એક બાઉલ મા ઘઉં અને ચણા નો લોટ મિક્સ કરી તેમાં મેથી ની ભાજી અને લીલા ધાણા નાખી બધો મસાલો કરી મુઠીયા વાળી તળી લો

  2. 2

    પછી એક કુકર મા તેલ મૂકી અજમો નાખો

  3. 3

    પછી તેમાં હિંગ, હળદર, ધાણાજીરું, લાલ મરચું,ઉંધીયાનો મસાલો, લીલુ લસણ, આદુ, કાશ્મીરી મરચું નાખી બરાબર હલાવો

  4. 4

    પછી તેમાં બધા શાકભાજી નાખી હલાવો પછી તેમાં મીઠુ નાખી મિક્સ કરો

  5. 5

    પછી તેમાં કેળા અને મુઠીયા નાખો પછી તેને મિક્સ કરો

  6. 6

    પછી તેમાં ખાંડ નાખો અને મિક્સ કરો પછી કુકર નું ઢાંકણ બંધ કરી 4-5 સિટી વગાડો

  7. 7
  8. 8

    પછી કુકર ઠંડુ પડે એટલે ઊંધિયાને એક સર્વિન્ગ બાઉલ મા કાઢી ધાણા નાખી ગાર્નિશ કરો. તૈયાર છે ગરમા ગરમ ઊંધિયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
પર
usa
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes