દાળિયા ની ચીકી

Varsha Chavda
Varsha Chavda @cook_25685474
Baroda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 150 ગ્રામદાળિયા ની દાળ
  2. 150 ગ્રામગોળ
  3. 1 ચમચીઘી
  4. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  5. 1/2 ચમચીબેકિંગ સોડા
  6. ચમચો પાણી એવું થાય

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં દાળિયા ની દાળ ને થોડી શકી લો,પછી થોડી ઠંડી થાય એટલે તેને મુકી રાખો, બીજી એક જાડા તળીયાવાળી કડાઈમાં એક ચમચી જેટલું પાણી એડ કરી સમારેલો ગોળ એડ કરી,ધીમા તાપ ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી પાયો તૈયાર કરો (હવે પાયો તૈયાર થયો છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લઇ ને તેમાં બે ત્રણ પાયાના ટીપા એડ કરવા જો બરાબર તે કડક થયો હશે)તો તરત જ તૂટી જશે પછી તેમાં એક ચમચી ઘી એડ કરવું અને પાયો તૈયાર કરો.

  2. 2

    તરત જ તેને બેકિંગ સોડા એડ કરીને ગેસ પરથી નીચે ઉતારી લેવું તેમાં દાળિયા ની દાળ એડ કરીને એકદમ ઝડપથી હલાવીને એક પ્લાસ્ટિકની બેગ પર થોડું ઘી લગાવીને બધું પાથરી દેવું અને વેલણની મદદથી તેને બરાબર મીક્સ લેવું, અને ગરમ ગરમ હોય ત્યારે જ તેના પર ચાકુ અથવા પિઝા કટરથી ચોસલા પાડી લેવા આ સમયે જો તમારે લાડુ વાળા હોય તો લાડુ વાળી શકાય છે પછી ઠંડુ થયા બાદ તેના પીસ કરીને રેડી છે આપણી દાળિયા ની ચીકી ખાવમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Chavda
Varsha Chavda @cook_25685474
પર
Baroda

Similar Recipes