મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week19
#Methi

આપડે ગુજરાતી ઓ બહુ બધી અલગ જાતનાં મુઠીયા બનાવતાં હોઈએ છીએ. મુઠીયા મુખ્યત્વે બે રીતે બંને છે. બાફીને અને તળીને. બંને રીતે બનાવેલા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. આ ટેસ્ટી એવાં તળેલા મુઠીયા ને તમે બીજી અનેક રીતે પણ ખાઈ સકો છે.

આ મેથી નાં મુઠીયા ખુબ જ ટેસ્ટી હોય છે. મેથી ના મુઠીયાં આપડે ઉંધીયા માં ઉમેરી છીએ. તમે વાલોર મુઠીયા નું શાક બનાવો કે પછી દાણાં રીંગણ નાં શાક માં આ મુઠીયા ઉમેરો, કે પછી રસીયા મુઠીયા બનાવો; કે પછી ચા જોડે નાસ્તા માં ખાવ. આ મુઠીયાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

આ મુઠીયા માં મેથી ની ભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. મેથી થોડી કડવી હોય છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા, મેથી ની પુરી, મેથી નું શાક એ બધું પણ આપડે બનાવતાં જ હોઈએ છીએ. આજે આપડે મેથી નાં તળેલા મુઠીયા બનાવસું. તમે ખાધા જ હશે! મારી આ રેસિપી થી બનાવવાનો પણ તમે ટ્રાય કરજો. બહુ જ સરસ મુઠીયા બનસે. મેથીના મુઠીયા જે એકલા ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

મેં આ સ્વાદિષ્ટ મેથી ના મુઠીયા ઉંધીયા જોડે સ્વઁ કર્યાં છે.

#મેથીનામુઠીયા

#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ઝુડી મેથી
  2. ૨ વાટકીઘઉં નો કકરો લોટ
  3. ૧/૨ વાટકીચણા નો લોટ
  4. ૨ ચમચીતલ
  5. ૧ નાની ચમચીઅજમો
  6. ૧ નાની ચમચીહળદર પાઉડર
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીધાણાંજીરું પાઉડર
  9. ૨ ચમચીસુગર (ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો)
  10. મીઠું ટેસ્ટ મુજબ
  11. ૩ મોટી ચમચીતેલ મોવણ માટે
  12. ૩ ચમચીદહીં (મોળું દહીં લેવું)
  13. ૧ નાની ચમચીખમણેલું આદું
  14. ૨ ચમચીલીલાં વાટેલાં મરચા (તીખું ખાતા હોય તો મરચાં વધારે લેવા)
  15. ૧/૪ ચમચીખાવાનો સોડા
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં મેથી ની ભાજી ને ચુંટી ને ધોઈને સમારી લો. પાણી બધું નીતારી લો. પછી, ઘઉંનાં લોટ માં ચણાં નો લોટ અને બધાં મસાલાં, તેલ, દહીં અને સોડા અને સમારેલી ભાજી નાંખી લોટ બાંધી લો. રોટલી અને પરોઠા ની વચ્ચે નો બહુ કાઠો નહિ બહુ ઢીલો નહિ એવો લોટ તૈયાર કરી થોડી વાર માટે ઢાંકી ને સાઈડ પર રાખો.

  2. 2

    હવે, એ લોટ માંથી નાનાં નાનાં લુવા લઈ તેને બંબ ગોળ સેઈપ આપો. મેં થોડા એકદમ નાનાં અને થોડા મોટા બનાવ્યાં છે.

  3. 3

    હવે, ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે ધીમા તાપે તળી લો. તળવામાં જરા પણ ઉતાવળ નાં કરસો, નહિ તો મુઠિયા અંન્દર થી કાચા રહેસે. એકદમ સરસ ગુલાબી તળાય પછી જ બહાર કાઠો. બધા મુઠીયા આ રીતે ધીમા ગેસ પર રાખી તળી લો. તૈયાર છે મેથી નાં મુઠીયા. આ તમે, ઉધુંયા માં નાંખી સકો છો, રસિયા મુંઠિયા બનાવી સકો છો કે પછી નાસ્તા માં પણ ખાઈ શકો છો. બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

ટિપ્પણીઓ (9)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
Lovely recipe dear👍
Neat presentation too🌷🌷
I have also tried a few new recipes do see them at your ease and like and comment. You can follow me for added encouragement 🍒

Similar Recipes