ક્રિસપી પેપર ઢોંસા (Crispy Paper Dosa Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni
શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદની દાળ
  3. મીઠું , સ્વાદાનુસાર
  4. પીરસવા માટે સાંભર નાળિયેરની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ઊંડા બાઉલમાં ચોખા અને અડદની દાળને જરૂરી પાણી સાથે ૩ થી ૪ કલાક અલગ અલગ પલાળી રાખ્યા બાદ નીતારી લો.

  2. 2

    હવે આ ચોખા, અડદની દાળ અને ૧/૨ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી ઘટ્ટ ખીરૂ તૈયાર કરો

  3. 3

    આ ખીરામાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.

  4. 4

    એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર હળવા હાથે ઘી ચોપડી લો.

  5. 5

    તવા પર થોડું પાણી છાંટી મલમલના કપડા વડે તવાને સરખી રીતે સાફ કરી લો.

  6. 6

    હવે તેની પર એક કડછી ભરીને ખીરૂ રેડી, ખીરાને ગોળાકારમાં ફેરવી ગોળ પાતળો ઢોસો તૈયાર કરો.

  7. 7

    આ ઢોસાની કીનારીઓ પર થોડું ઘી ફેરવી મધ્યમ તાપ પર ઢોસા ગોલ્ડન બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી શેકી લો.

  8. 8

    આમ તૈયાર થયેલા ઢોસાને અર્ધગોળકારમાં વાળી લો

  9. 9

    સાંભર અને નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes