ઢોંસા (Dosa Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
છ વ્યક્તિ માટે
  1. 4 વાટકીચોખા એક વાટકી અડદની દાળ , એક ચમચી સૂકી મેથી
  2. 4 નંગમોટા બટાકા
  3. 4 નંગ નાની ડુંગળી
  4. 1 ચમચીચણાની દાળ
  5. 1 ચમચી અડદની દાળ
  6. 1 ચમચી રાઈ
  7. મીઠા લીમડા ના પાન
  8. 1 ચમચી હળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખાને મેથી ને અલગ અલગ ઓવરનાઇટ પલાળી રાખવા.

  2. 2

    ત્યાર બાદ છ કલાક પલાળી રાખ્યા બાદ તેને મિક્સરમાં અલગ અલગ બધુ ક્રશ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ બધુ એક તપેલીમાં મિક્સ કરીને બેટર રેડી કરવું.

  4. 4

    એક કુકર લઇ તેમાં બટાકા બાફવા મુકવા.

  5. 5

    ત્યારપછી એક લોયામાં બે ચમચા તેલ મા રાઈ નાખવી.
    રાઈ તતડે એટલે તેમાં જીરું હિંગ ચણાની દાળ, અડદની દાળ, મીઠા લીમડાનાં પાન ને સમારેલી ડુંગળી નાખવી.
    ડુંગળી ચઢી જાય પછી બાફેલા બટેટાને સમારીને તેમાં અંદર મિક્સ કરીને થોડી હળદર સ્વાદ મુજબ મીઠું થોડો લીંબુનો રસ નાખવો.થોડે ઉપર સમારેલી કોથમીર નાખો.

  6. 6

    હવે એક નોનસ્ટિક તવી લઈને ગેસ પર મુકવી. તવો ગરમ થાય એટલે ઢોંસાનું બેટર એક ચમચો ભરીને પાથરવું.
    તેની અંદર બટાકા નો મસાલો એક સાઈડ પાથરીને એક સાઈડથી ઉપર કવર કરી દેવું.

  7. 7

    તૈયાર છે તમારા ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (3)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
Ghatko ek line ma ek lakho
Cooksnap bija ni recipe per karva nu che

Similar Recipes