અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#Walnuts

અખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.

આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.

મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!

#અખરોટનોહલવો

#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪-૫
  1. ૨ વાટકીઅખરોટ
  2. ૧/૨ વાટકીકાજુ નાં ટુકડાં
  3. ૧/૨ નાની વાટકી+ ૧ ચમચી ઘી
  4. ૧ વાટકીદૂધ નો મોળો પાઉડર (કોઈ પણ કંપની નો ચાલસે)
  5. ૧ વાટકીહુફાળું દૂધ
  6. ૧/૪ ચમચીકેસર
  7. ૧ ચમચીરવો
  8. ૧ વાટકીખાંડ (મેં થોડી ઓછી યુઝ કરી છે, તમે ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો)
  9. ૧ ચપટીજાયફળ પાઉડર
  10. ૧/૨ ચમચીઈલાયચી
  11. ઉપર થી ડેકોર માટે અખરોટ નાં ટુકડાં, બદામ-પીસ્તાં ની કતરણ અને કેસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં અખરોટ ને મીરચી કટરમાં થોડી થોડા નાંખી પીસી લો. હવે, કાજુ ને પણ એ જ રીતે પીસી લો. બંને નો સરસ કકરો ભુકો તૈયાર થસે.

  2. 2

    દૂધ નાં પાઉડરમાં હુફાળું દૂધ ઉમેરી મીક્ષ તૈયાર કરી લો એમાં કેસર નાં તાતણાં ઉમેરી મીક્ષ કરી લો અને એને સાઈડ પર મુકો. હવે, એક તાવડી માં ૧/૨ નાની વાટકી ઘી લો, જરા ગરમ થાય એટલે એમાં પીસેલાં અખરોટ અને કાજુ નો ભુકો ઉમેરો. એકદમ ધીમા ગેસ પર સરસ ગુલાબી રીતે સેકી લો.

  3. 3

    સરસ ગુલાબી સેકાય પછી એમાં બનાવેલ કેસર વાળા દૂધ નું મીક્ષ ધીમે ધીમે ઉમેરો, અને જોડે ૧ ચમચી રવો પણ ઉમેરી સરસ મીક્ષ કરી લો. જરા વાર હલાવો. થોડું જાડું થાય એટલે એમાં ખાંડ ઉમેરી મીક્ષ કરી લો. આ ને સરસ હલાવતાં રહો, નીચેં ચોંટે ના એનું ખાસ ધ્યાન રાખો.

  4. 4

    જરાક વાર માં જ બધું દૂધ બળી જસે, અને મીક્ષ એકદમ શીરા જેવું થીક થઈ જસે. હવે એ સમય પર એમાં ૧ ચમચી ઘી, ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર ઉમેરો. બધાં ને સરસ મીક્ષ કરો. જરા વાર માં એમાંથી ઘી છુટ્ટું પડવા લાગસે. બસ ગેસ બંધ કરી લો. તૈયાર છે અખરોટ નો હલવો.

  5. 5

    ઉપર અખરોટ માં નાનાં ટુકડા, બદામ-પીસ્તાં ની કતરણ અને કેસર ડેકોર કરી ગરમ ગરમ હલવો પીરસો. આ હલવો ગરમ બહુ જ સરસ લાગે છે.

  6. 6

    અખરોટ નો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes