પુલાવ-કઢી (Pulao Kadhi Recipe In Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 કપ બાસમતી ચોખા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1ટુકડો તજ
  4. 1/4-1/2કપ ઘી
  5. 3-4ટીંપા લીંબુ નો રસ
  6. 3/4કપ વટાણા
  7. 1/4કપ ફણસી
  8. 1/2કપ ગાજર
  9. 12-15કાજુ
  10. 20-25લાલ દરાખ
  11. કઢી માટે
  12. 1કપ દહીં
  13. 1ચમચી બેસન
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. જરાક લીલુ મરચું
  16. 1ચમચી ખાંડ
  17. 1 ચમચી ઘી
  18. 1/2 ચમચી જીરું
  19. 1/2 ચમચીરાઈ
  20. 8-10મેથી દાણા
  21. ચપટી હિંગ
  22. 4-5કઢી પત્તા
  23. 2ચકરીફુલ
  24. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બાસમતી ચોખા ને ધોઈ ને 20મીનીટ પલાળી રાખો.

  2. 2

    ચોખા નુ 3 ગણું પાણી લઈ તજ, તમાલપત્ર, ચકરીફુલ લીંબુ નો રસ, 1 ચમચી ઘી, મીઠું નાંખી ગરમ કરો. હવે ચોખા નાંખી ચઢવા દેવા.ચઢી જાય એટલે ચારણી મા કાઢી લેવા.

  3. 3

    હવે વટાણા, ગાજર, ફણસી બાફી લેવા.

  4. 4

    હવે એક પેન મા ઘી લઈ કાજુ સેકી લેવા. હવે બાકીના ઘી માં બાફેલા શાકભાજી સોતળવુ. બધુ ઓસાવેલા ભાત મા નાંખી લાલ દરાખ નાંખી હલાવી લો.

  5. 5

    કઢી માટે દહીં વલોવી બેસન નાંખી હલાવી પાણી નાંખી મીઠું, મરચું, ખાંડ નાખી હલાવી ઉકાળો.

  6. 6

    હવે વઘારીયામા ઘી મુકી રાઈ, જીરુ, મેથી દાણા નાંખી હિંગ નાંખી કઢી પત્તા નાંખી વઘાર કઢી મા નાંખી હલાવી લો.

  7. 7

    તૈયાર છે પુલાવ- કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes