થેપલા અને થેપલા બાઈટ્સ (Thepla & Thepla Bites recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week20
#Thepla

થેપલા એટલે આપડા ગુજરાતી ઓની ઓળખ. બધા ની ઘરે એ અલગ અલગ જાતનાં બનતાં જ હોય છે. સવારનાં નાસ્તામાં હોય કે, ટા્વેલીંગમાં જોડે લઈ જતાં હોવ, સ્કુલ લંચ બોક્ષ માં અપાય, સાંજ ના જમવામાં ખાવ, કે પછી પીકીનીક પર જતાં જોડે લઈ જાવ. થેપલા તો જોડે હોય જ. થેપલા બહુ બધાં જાતનાં અલગ રીતનાં બનતાં હોય છે. બધાં પોતાની અનુકુળતા અને ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.

અમારી ઘરે મેથી ની ભાજી નાં, પાલખનાં, દૂધીનાં, આવોકાડો નાં થેપલાં ઘઉનાં લોટમાં મોટે ભાગે રુટીનમાં અને શિયાળામાં બાજરીનાં મેથી ની ભાજી વાળા ઢેબરાં બનતાં હોય છે. આજે મેં પાલખનાં ઘઉંના લોટ માંથી થેપલાં બનાવ્યાં છે, અને એજ લોટ માં જરા સોડા, ઘી અને બેકીંગ પાઉડર ઉમેરી નાનાં નાનાં થેપલાં બાઈટ્સ બનાવ્યા છે. એ મેં પહેલી વાર બનાવ્યા. બહુ જ સરસ થયા છે. ઘરે બધાને ખુબ જ ભાવ્યા. એને બનાવવા પણ ખુબ જ ઈઝી છે, અને એકદમ ટેસ્ટ બાઈટ્સ બને છે. આ થેપલાં બાઈટ્સ એકદમ ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બા માં ભરી લો. ૧૦ દિવસ સુધી એકદમ સરસ રહેસે. મારે ૨ કપ લોટ માંથી નાનાં નાનાં ૬૫ જેવાં બાઈટ્સ બન્યાં છે. અને ૮ મોટા કુકી સેપનાં કર્યાંછે. ચા- કોફી જોડે ખાવ કે પછી એકલા!!!

તમે પણ મારી આ રેસિપી થી બનાવી ને જરુર થી જોજો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવો અને જરુર થી જણાવો કે કેવાં લાગ્યા!!

#Cookpad
#CookpadGujarati
#CookpadIndia

#થેપલા
#થેપલાબાઈટ્સ
#TheplaBites

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નોંધ : મેં થેપલાં અને થેપલા બાઈટ્સ સેમ જ લોટ માંથી બનાવ્યાં છે, એટલે મેં ૪ કપ લોટ લીધો છે. તમારે ઓછા કરવા હોય કે એક જ વસ્તુ કરવી હોય તો લોટ એ મુજબ લો, અને મસાલો પણ પછી તમારી રીતે એડજેસ્ટ કરી લો
  2. થેપલાં માટે
  3. ૪ કપઘઉં નો લોટ (૧ કપ= ૨૫૦ મીલી)
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૨ ચમચીહળદર પાઉડર
  6. ૧ ચમચીજીરું પાઉડર
  7. ચમચીધાણાજીરું મસાલો
  8. ૨ ચમચીબા્ઉન ખાંડ (ઓપ્સન્લ છે, ગોળ પણ યુઝ કરી સકો છો)
  9. ૨ નાની ચમચીખમણેલું આદુ
  10. મોટા મરચાં મીરચી કટરમાં પીસી લો(તીખું ખાતાં હોય એ મુજબ મરચું એડજેસ્ટ કરો)
  11. ૧ ચમચીઅજમો
  12. ૧ ચમચીઆખું જીરું
  13. ૧/૪ ચમચીહીંગ પાઉડર
  14. ૨ ચમચીતલ
  15. મીઠું ટેસ્ટ મુજબ
  16. ૪ મોટી ચમચીદહીં (તાજું બહુ ખાટું ના હોય તેવું)
  17. મોટો કપ સમારેલી પાલક ની ભાજી (ધોઈ ને સરસ ઝીણી સમારી લેવી)
  18. ૧/૨ કપસમારેલી કોથમીર
  19. ૪ ચમચીતેલ મોવન માટે
  20. ૧ મોટી ચમચીઅથાણા નો મસાલો (ગળ્યું અથાણું ચીરી વગરનું પણ ઉમેરી સકાય)
  21. થેપલા બાઈટ્સ માટે
  22. ૧/૪ ચમચીસોડા
  23. ૧ ચમચીબેકીંગ પાઉડર
  24. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ચાળેલા ઘઉં ના લોટ માં, લાલમરચું, હળદર, જીરું પાઉડર, બા્ઉન ખાંડ, જીરું, અજમો, હીંગ પાઉડર, તલ, મીઠું, આદું- મરચાં ઉમેરી મીક્ષ કરી લો.

  2. 2

    હવે, દહીં, મોવન નું તેલ, સમારેલી પાલક, સમારેલી કોથમીર અને અથાણા નો મસાલો ઉમેરો. બધું સરસ રીતે મીક્ષ કરી લો. મેં થેપલાં અને થેપલાં બાઈટ્સ નો લોટ જોડે જ કર્યો છે. હવે, બધું બરોબર મીક્ષ કરી લો. મેં હવે, લોટ ને અડધો અડધો એમ બે વાસણ માં કરી લીધો છે.

  3. 3

    હવે, એક લોટ માં થોડું પાણની નાંખી બહુ કાઠો નહીં બહુ ઠીલો નહીં એવો થેપલાં માટે નો લોટ તૈયાર કરો. ૧૫ મીનીટ ઢાંકી ને રાખો, પછી એક સરખાં લુવાં કરી લો અને સરસ બંને બાજુ ગુલાબી થાય એવાં રાખી ગેસ પર લોઢી માં સેકી લો. નાના બનાવસો તો ૧૬ જેવાં થેપલાં થસે. બહુ જ સરસ લાગે છે, આ પાલક નાં થેપલાં.

  4. 4

    હવે, બાકી નાં થેપલાં નો મસાલો કરેલાં ૨ કપ જેટલાં લોટમાં ૨ ચમચી ઘી, ૧/૪ ચમચી સોડા અને ૧ ચમચી બેકીંગ પાઉડર ઉમેરો. એકદમ સરસ હાથથી બધું મીક્ષ કરો. આ માં ૨-૩ ચમચી જેટલું જ પાણી લોટ બાંધવા માટે જોઈસે, એટલે પાણી ૧-૧ ચમચી કરી ધીમે ધીમે ઉમેરી સરસ કાઠો લોટ તૈયાર કરો. પરોઠા નો હોય એવો લોટ તૈયાર થસે. હવે એને ઠાંકી ને ૩૦ મીનીટ રાખો. મેં થેપલાં નો લોટ બાંધ્યો ત્યારે આ લોટ પણ બાંધી લીધો હતો, એટલે થેપલાં થાય ત્યાં સુધી એને રેસ્ટ મળી જાય.

  5. 5

    હવે, ૩૦ મીનીટ પછી, એમાંથી મોટાં લુવા કરી જરા ક ઘઉં ના લોટ નું અટામણ લઈ મોટો રોટલો તૈયાર કરો.
    હવે, આ તૈયાર કરેલાં મોટા રોટલા ને ગમતાં કટર થી કટ કરો. મેં અલગ અલગ ૫ જાત નાં કટર યુઝ કર્યાં છે. મેં એકદમ નાની બાઈટ સાઇઝ માં કર્યાં છે. તમારે મોટા કરવા હોય તો કરી શકો છો. રોટલો વણી જરા પાણી વાળો હાથ ઉપર ફેરવી ઉપર થોડા તલ પણ ભબરાવી સકો છો. પછી કટ કરો, એકદમ સરસ દેખાશે.

  6. 6

    હવે, આ કટ કરેલા નાનાં થેપલાં ની ફ્લેવર નાં બાઈટ્સ ને ઓવન ની ટે્ માં છુટ્ટા મુકી બંને બાજુ સરસ ગુલાબી થાય એટલે વાર મુકો. મારે એક બેચ બંને બાજુ ગુલાબી થતાં ૩૦ મીનીટ જેવું થયું હતું. બધાં ઓવન અલગ હોય છે, એટલે એને જોતા રહો અને ટાઈમ એ મુજબ સેટ કરો. મેં ૧૫૦ Celsius પર કર્યાં છે. ૧૫ મીનીટ એક સાઈડ પર રાખી પછી બીજી બાજું ફેરવી ને બીજી ૧૫ મીનીટ સરસ ગુલાબી થઈ ગયાં છે, એક તોડી ને પણ ચેક કરી જોવું કે, અંદરથી કાચું ના રહી ગયું હોય. થોડો ટાઈમ લાગસે પણ બહુ જ સરસ બંને છે. એકદમ ઈઝી પણ છે.

  7. 7

    તૈયાર છે, થેપલા બાઈટ્સ. ઓવન માં થી કાઢી થોડી વાર ઠંડા થવા દો. એકદમ ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બા માં ભરી લો. ૧૦-૧૨ દિવસ સુધી એકદમ સરસ રહેસે. મારે ૨ કપ લોટ માંથી નાનાં નાનાં ૬૫ જેવાં બાઈટ્સ બન્યાં છે. અને ૮ મોટા કુકી સેપનાં કર્યાંછે. એને બેક થતાં ૪૦ મીનીટ થઈ હતી.

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes