મિક્સ લોટ ના થેપલા

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#week20
#cookpadindia
#thepla
આ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે.

મિક્સ લોટ ના થેપલા

#GA4
#week20
#cookpadindia
#thepla
આ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી ઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકીબાજરા નો લોટ
  3. ૧/૪ વાટકીચણા નો લોટ
  4. ૧વાટકી સમારેલી લીલી મેથી
  5. ૧/૨ વાટકીસમારેલી કોથમીર
  6. ૧/૨ વાટકીસમારેલું લીલું લસણ
  7. ૧ચમચી ધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર૨
  9. ૧/૨ ચમચીમરચું પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ચપટીહિંગ
  12. ૨ચમચી મોણ માટે તેલ
  13. જરૂર મુજબ તેલ (શેકવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૩ લોટ ને ચાળી લૉ.ત્યારબાદ તેમાં બધા મસાલા અને તેલ નું મોણ નાખી દો.ત્યારબાદ સમારેલી મેથી, કોથમીર અને લીલું લસણ નાખી દો.

  2. 2

    ત્યારબાદ જરૂર મુજબ પાણી વડે સરસ લોટ બાંધી લો.ત્યારબાદ ૧૦-૧૫ મિનિટ ઢાંકી રાખો.એટલે સરસ લોટ કુણવાઈ જાય અને મસાલા ચડી જાય.ત્યારબાદ ગોયના કરી થેપલા વણી લો.

  3. 3

    ત્યારબાદ તવી ગરમ કરી લો.આ તવી માં તેલ લગાવી બંને સાઇડ સરસ શેકી લો.આ થેપલા ત્યાર છે.આ શિયાળા મા બનતા થેપલા ટેસ્ટી લાગે છે.

  4. 4

    આ થેપલા દહીં આથેલાં મરચા, ચા દૂધ લસણ ની ચટણી કોઈ પણ સાથે મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes