રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૫ મિનીટ
  1. લોટ બાંધવા માટે :- ૧ વાટકો મેંદો
  2. ૧ વાટકીરવો
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીઅજમા
  5. થોડું પાણી
  6. ૨ ચમચીવેજીટેબલ ઘી
  7. મસાલો બનાવવા માટે:- ૬ નંગ બટાકા
  8. ૧ વાટકીવટાણા
  9. ૩ ચમચીતેલ
  10. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. લીંબૂ
  12. ૨ ચમચીમરચું પાઉડર
  13. ૧ ચમચીહળદર
  14. ૨ ચમચીજીરુ
  15. ૧ ચમચીખાંડ
  16. ૧ ચમચીઆખું જીરું
  17. ચપટીહિંગ
  18. ૨ ચમચીમીઠું
  19. ૧ ચમચીગરમ મસાલો
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને વટાણા ને બાફવા મુકો ત્યારબાદ જ્યારે તે બફાય જાઈ એટલે તેની છાલ કાઢી ને બટાકા અને વટાણા ને બરાબર રીતે છુંદી લો,

  2. 2

    એ પછી એક બાઉલ માં તેલ મૂકી ને તેમાં જીરું હિંગ આદુ મરચા ની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં હળદર ઉમેરો અને બટાકા વટાણા નો છૂંદો નાખો,

  3. 3

    એ પછી તેમાં ખાંડ, લીંબુ, મરચું પાઉડર, જીરુ, મીઠું ઉમેરી અને બરાબર રીતે મિકસ કરો, ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાખી દો,

  4. 4

    એ પછી લોટ બાંધવા માટે બીજા બાઉલ માં મેંદા નો લોટ રવો અને અજમા નાખી ને વેજીટેબલ ઘી ઉમેરો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી કડક લોટ બાંધો,

  5. 5

    એ બાદ તેને ૧૫ મિનીટ સુધી રાખી દો, ત્યારબાદ તે લોટ માથી ગોળ રોટલી વણી ને તેને વચ્ચે થી બે ભાગ કરો અને સમોસા નો આકાર આપો,

  6. 6

    એ પછી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી ને સરખી રીતે પેક કરી લો, આ રીતે બધાં સમોસા બની જાઈ એટલે તેને તેલ માં સરખી રીતે તળી ને સોસ અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર
જૂનાગઢ

Similar Recipes