વેજ.હાંડવો (Veg Handvo Recipe in Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. ૩ નાની વાડકીચોખા
  2. ૧ નાની વાડકીચણા દાળ
  3. ૧ કપદૂધી ખામનેલી
  4. ૧ કપબતેતુ ખમણેલું
  5. ૧ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીગરમ મસાલો
  7. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીસાજી ના ફૂલ
  9. મીઠું ટેસ્ટ મુજબ
  10. વઘાર માટે*
  11. ૩ ચમચીતેલ
  12. ૧ ચમચીરાઈ
  13. ૧ ચમચીજીરૂ
  14. ૧ ચમચીતલ
  15. ૧૦ નંગ લીમડા ના પાન
  16. ૪ ચમચીતેલ
  17. સર્વ કરવા માટે *
  18. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ચોખા અને દાલ ને ૮ કલાક માટે પલાળી દેવા.

  2. 2

    પછી તેને પીસી ને ૮ કલાક માટે આથો આવવા દો.

  3. 3

    બટેટું અને દુધી ને ખમણી લેવા,આદુ મરચા ને અધકચરા ખાંડી લો.

  4. 4

    હવે ખીરા માં મસાલા કરો અને વેજિટેબલ નાખવા.સાજી ના ફૂલ પણ સાથે નાખી દો.પછી પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું,લીમડા ના પાન, હિંગ,તલ નાખી ખીરા માં વઘાર રેડી દો.

  5. 5

    હવે બધું બરાબર મિકસ કરો.અને એ જ પેન માં ૨ ચમચી તેલ લગાવી 1/2 ખીરું નાખી ધીમા ગેસ ઉપર ૧૦ મિનિટ સુધી થવા દેવું.પછી હાંડવો પલટાવી ૫ મિનિટ થવા દો. તો રેડી છે હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes