પોટેટો ઑ ગ્રેટીન બેક્ડ ડીશ (Potato Au Gratin Baked Dish Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

પોટેટો ઑ ગ્રેટીન બેક્ડ ડીશ (Potato Au Gratin Baked Dish Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ થી ૪૦ મિનિટ
ચાર જણ
  1. મીડિયમ સાઇઝના બટાકા
  2. 200 ગ્રામકોઈપણ છીણેલી ચીઝ
  3. ૧ કપદૂધ
  4. ૪ ટેબલ સ્પૂનક્રીમ
  5. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  8. ૧ ટીસ્પૂનઓરેગાનો
  9. 3 ટેબલસ્પૂનમાખણ

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાનગી બનાવવાની બધી સામગ્રી તૈયાર કરવી. પછી બટાકાને સરસ ધોઈ તેની છાલ કાઢી પતલી સ્લાઈઝ કરવી. હવે એક માઈક્રોવેવ બાઊલમાં દૂધ,ક્રીમ, મીઠું, મરી પાઉડર, માખણ ઉમેરી બરોબર હલાવી એક મિનિટ માટે હાઈ પર પીગળવા દેવું. હવે બહાર કાઢી તેને બરોબર હલાવી નાખો.

  2. 2

    હવે એક બેકિંગ ડિશ લઈ તેમાં માખણ લગાવી તૈયાર કરેલું 1/2 લિક્વિડ ઉમેરો. તેના પર 1/2તૈયાર કરેલ બટાકાની સ્લાઈઝ પાથરવી, 1/2 છીણેલું ચીઝ થોડો ઓરેગાનો,ચીલી ફ્લેક્સ ભભરાવો. આ જ રીતે તેના પર બીજું લેયર કરો.

  3. 3

    હવે માઈક્રોવેવમાં ૨૦ થી ૨૫ મિનિટ માટે હાઇ પર બેક થવા દો. પછી બહાર કાઢી બટાકા બરાબર બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લેવું. બટાકા ના ચઢયા હોય તો વધારે મિનિટ માટે બેક કરવા મુકો. આપણી પોટેટો ઓ ગ્રેટીન ફાસ્ટ બેક ડિશ ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Shah
Uma Shah @cook_27773939
પર
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes