બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે

#MaggiMagicInMinutes
#Collab

બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે

#MaggiMagicInMinutes
#Collab

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. 4 ચમચીમાખણ
  2. 4 ચમચીમેંદો
  3. 2 કપદૂધ
  4. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  5. ૧.૫ ચમચી ચીલી ફ્લેક્સ
  6. ૨ ચમચીઓરેગાનો
  7. ૨ ટી સ્પૂનમિક્સ ઇટાલિયન હબ્સ
  8. ૨ ટી સ્પૂનબટર / તેલ
  9. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  10. ૧/૨ કપજીણું સમારેલું કેપ્સીકમ
  11. ૧/૪ કપઝીણા સમારેલા ગાજર
  12. ૧/૪ કપબાફેલી મકાઈ
  13. ૨ ટેબલ સ્પૂનટામેટા સોસ
  14. 1 ટેબલ સ્પૂનખાંડ
  15. 170 ગ્રામમેગી
  16. ૨૦૦ ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર ઉમેરી તેમાં મેંદા ને શેકી લો. તે કહે છે એટલે તેમાં દૂધ ઉમેરી હલાવતા જાવ. તેમાં મરી પાઉડર મીઠું ખાંડ અને ઇટાલિયન સિઝલિંગ ઉમેરી બરાબર મિક્સ કરી વ્હાઈટ સોસ બનાવી લો

  2. 2

    હવે એક પેનમાં બટર ઉમેરી તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળી લો પછી તેમાં બધા શાકભાજી નાખી અધકચરા ચડવા દો. પછી તેમાં મીઠું નાંખી મેગી મસાલો મરી પાઉડર ટોમેટો કેચપ ઉમેરી મિક્સ કરી લો

  3. 3

    બધુ બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે એક પેનમાં અથવા બેકિંગ ટ્રે મા બટર લગાવી તેમાં પેહલા મેગી નું લેયર પાથરો. પછી તેમાં વ્હાઈટ સોસ નું લેયર પાથરો. પછી તેના પર ચીઝ છીણી થોડોક ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો. આ રીતે રીપીટ કરો જ્યાં સુધી તમારી પેન અથવા બેકિંગ ટ્રે ભરાઈ ના જાય.પછી પેન ને ગેસ પર ધીમા તાપે વીસ થી પચીસ મિનિટ સુધી બેક કરો

  5. 5

    ગરમ ગરમ લાસગ્ના ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes