મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

#GA4
#week21
#samosa
ટિફિન માટે અથવા કોઈ પાર્ટી માં સ્ટાર્ટર માટે આ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૧૦વ્યક્તિ માટે
  1. ૨૫૦ગ્રામ મેંદો
  2. ૪નંગ બાફેલા બટાકા
  3. ૧કપ બાફેલા વટાણા
  4. ૧નંગ બારીક સમારેલ ડુંગળી
  5. ૫-૬કળી લસણ
  6. ૨નંગ લીલાં મરચાં
  7. ૧spજી જીરું
  8. ૧sp સૂકા ધાણા
  9. ૨sp લાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૩sp ઘી
  12. ચપટી અજમો
  13. ચપટી હિંગ
  14. તળવા માટે તેલ
  15. સાથે પીરસવા માટે ટામેટા નો સોસ અને લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    મેંદા માં મીઠું, ઘી, અજમો અને પાણી ઉમેરી કઠણ કણક બાંધવી.૧૦મિનિટ ઢાંકી રાખો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરો તેમાં ધાણા, હિંગ, જીરુંનો વઘાર કરી તેમાં ડુંગળી, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી ડુંગળી થોડી ચડવા દો.

  3. 3

    તેમાં બટાકા નો માવો અને વટાણા મીઠું અને ગરમ મસાલો નાખી ચડવા દો, માવા ને ઠંડો થવા દો.

  4. 4

    કણક માંથી નાની સાઈઝ ની પૂરી થોડી લંબગોળ બનાવી લો તેને વચ્ચે થી કટ કરી સમોસા બનાવો. ગરમ તેલ માં ગોલ્ડન રંગ ના તળી લો, સોસ અને લીલી ચટણી સાથે પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes