ઘટકો

2 કલાક
2 લોકો
  1. 200 ગ્રામપનીર
  2. 3બેલ પેપર નાના
  3. બ્રોકોલી નાનું
  4. 50 ગ્રામબિન્સ
  5. 4-5બેબી કોર્ન
  6. 1 કપબાસમતી ભાત
  7. 5-6લસણ
  8. 1મોટું આદું
  9. મીઠું
  10. ગ્રીન ચટણી
  11. 1 ચમચીઓરેગાનો
  12. 2 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચીસોયા સોસ
  16. 1 ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે બધાજ વેજિટેબલ્સને લાંબા લાંબા અને થોડાક મોટા સાઈઝમાં કાપી લેશો. જેમાં થી આપણે, વેજીટેબલ શાક બનાવીશું.

  2. 2

    તેવી જ રીતે આપણે બીજા શાકભાજી એકદમ નાના નાના કાપી અને રાખી દેજો જે આપણે વેજીટેબલ રાઈસ બનાવવા માં કામ આવશે.

  3. 3

    હવે આપણે 200 ગ્રામ પનીર લેશું જેના આપણે છ મીડીયમ ભાગ કરી અને દરેકમાં વચ્ચેથી કાપો પાડી તેમાં ગ્રીન ચટણી લગાવશો પછી તેના ઉપર લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર ઓરેગાનો લીંબુનો રસ મિક્સ કરી અને થોડીવાર માટે મેરીનેટ કરવા રાખી દઈશું

  4. 4

    હવે આપણે એક પેન લઈશું તેમાં આપણે એક ચમચી તેલ નાખવું, પછી તેમાં લસણ નાંખી સાંતળવું, પછી તેમાં બધા લંબા સમારેલા વેજીટેબલ નાંખી તેમાં મરી પાઉડર, મીઠું નાંખી 5 મિનિટ માટે સાંતળવું.

  5. 5

    હવે બીજા કડાઈ મા 2 થી 3 ચમચી તેલ નાંખી તેમાં પનીર નાંખી બને બાજુ થી golden કલર થઈ ત્યાં સુધી સેકી લેવુ.

  6. 6

    હવે બીજી એક કડાઈ મા તેલ નાંખી તેમાં લસણ નાંખી, તેમાં બારીક સમારેલી વેજીટેબલ નાખો, પછી તે થોડાક ચડી જાય એટલે તેમાં મરી પાઉડર, મીઠું, વિનેગાર, સોયા સોસ, રેડ સૉસ નાંખી મિક્સ કરો, હવે તેમાં ભાત નાંખી મિક્સ કરો.

  7. 7

    હવે એક કડાઈ મા તેલ નાંખી ગરમ થયા બાદ તેમાં લસણ નાંખી બધા સૉસ નાંખી તેમાં કોર્ન ફ્લોર અને પાણી નું આયોજન કરી નાખો.

  8. 8

    હવે સિઝલર પ્લેટ ને ગેસ પર ગરમ કરવા રાખો, ને તેમાં પેલા કોબી ના પત્તા રાખી બધી જ વસ્તુ ગોઠવી દ્યો.

  9. 9

    હવે સિઝલર ની લાકડા ની પ્લેટ માં બટર નાંખી તેના પર ગરમ પ્લેટ રાખી સર્વ કરો.

  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
  15. 15

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes