ચાઈનીઝ સિઝલર (Chinese Sizzler Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ સમારેલી કેબેજ
  2. ૧ બાઉલ ઝીણું સમારેલું ગાજર
  3. ૧વબાઉલ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  4. ૧ બાઉલ ઝીણું સમારેલું કેપ્સીકમ
  5. તેલ
  6. 3 મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ
  7. ઝીણું સમારેલું આદુ અને મરચા
  8. રેડ ચીલીસોસ
  9. મીઠું
  10. મરી પાઉડર સ્વાદ મુજબ
  11. ગ્રીન ચીલી સોસ
  12. સોયા સોસ
  13. 1 કપ રાંધેલા ભાત
  14. 2 ચમચી જેટલો મેંદાનો લોટ
  15. 2 ચમચી જેટલો કોર્નફલોર
  16. વિનેગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ fried rice બનાવવા માટે એક બાઉલ રાઈસ કુક કરી લો

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું લસણ આદુ મરચાં સોતે કરો

  3. 3

    ત્યારબાદ તેમાં કોબી ગાજર કેપ્સીકમ બધા જ વેજીટેબલ સોતે કરો

  4. 4

    સ્વાદ મુજબ મીઠું મરી પાઉડર રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ વિનેગર મિક્સ કરો

  5. 5

    થોડીવાર કુક કરી લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરો

  6. 6

    હવે મનચુરીયન બનાવવા માટે એક બાઉલમાં ઝીણા સમારેલા કોબી ગાજર કેપ્સિકમ ડુંગળી એડ કરો

  7. 7

    ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું આદું મરચા લસણ મીઠું મરી પાઉડર મિક્સ કરો

  8. 8

    હવે તેમાં રેડ ચીલી સોસ સોયા સોસ બે ચમચી જેટલો કો્ન ફલોર અને બે ચમચી જેટલો મેંદાનો લોટ મિક્સ કરી

  9. 9

    જો જરૂર પડે તો પાણી લઇ લોટ માંથી ગોળ મન્ચુરિયન વાળી લો ત્યારબાદ મનચુરીયન ફ્રાય કરી લો

  10. 10

    હવે મન્ચુરિયન માટે સોસ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી આદું-મરચાં લસણ સોતે કરી તેમાં થોડા ઉભા સમારેલા કોબી ગાજર કેપ્સીકમ એડ કરી સોતે કરો

  11. 11

    ત્યારબાદ તેમાં મીઠું મરી પાઉડર મિક્સ કરો અને corn flour slurry એડ કરો

  12. 12

    હવે તે થોડો thick થાય એટલે તેમાં મંચુરિયન બોલ્સ એડ કરી દો ત્યારબાદ લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો

  13. 13

    પોતે તો વેજીસ બનાવવા માટે સૌપ્રથમ બટાકા લઈ તેને અધકચરા બાફી લો

  14. 14

    ત્યારબાદ તેની મોટી મોટી ફિંગર ચિપ્સ બનાવો

  15. 15

    ધોઈ બટાકા કોરા કરી લો.ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલો corn flour મિઠુ અને મરી મિક્સ કરી પોટેટો ચિપ્સ અને ડીપ ફ્રાય કરી લો

  16. 16

    હવે આ પોટેટો ચિપ્સ તમે જોશો કે બીજા કોઈ પણ ડિશ સાથે સર્વ કરી શકાય છે પેરી પેરી મસાલો પણ છાંટી શકાય છે

  17. 17

    ત્યારબાદ સિઝલર પ્લેટ ગરમ કરી તેના પર કોબીજ ના પાન પાથરી દો અને તેના પર મન્ચુરીયન fried rice પોટેટો વેજીસ ગોઠવી અને તેના પર સોસ રેડી કોલસો ગરમ કરી અને કોબીજ ના પાન ની નીચે કોલસો રાખી ઉપર ગરમ બટર રેડવાથી સીઝલર ની સીઝલ ઇફેક્ટ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes