રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨.૫ કલાક
  1. ૨૫૦ મિ.લી અમૂલ ક્રીમ
  2. ૩ નંગસુધારેલ કેળા
  3. ૧ વાટકીસુધારેલ સફરજન
  4. ૧ વાટકીદાડમ
  5. ૧ વાટકીસુધારેલ લીલી દ્રાક્ષ
  6. ૧ નાની વાટકીસુધારેલ કાળી દ્રાક્ષ
  7. ૧ નાની વાટકીકાજુ બદામની કતરણ
  8. ૫ નંગકીસમીસ
  9. વેનિલા એસેન્સ
  10. ૧ વાટકીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨.૫ કલાક
  1. 1

    સૌપ્રથમ વેનીલા ફ્રૂટ ક્રીમ બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો..ત્યારબાદ એક તપેલીમાં અમૂલ ક્રીમ લઈ અને તેને બીટર ની મદદથી ૫ મિનિટ સુધી બરાબર રીતે ચર્ન કરો.. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને વેનીલા એસન્સના ૨ ટીપા નાખી અને ૫ મિનિટ સુધી ફરીથી બરાબર રીતે ચર્ન કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં સુધારેલ કેળા, સુધારેલ સફરજન, સુધારેલ લીલી દ્રાક્ષ,સુધારેલ કાળી દ્રાક્ષ,દાડમ ને કાજુ બદામની કતરણ અને કિસમિસ નાખી અને બરાબર રીતે હલાવો ત્યારબાદ તેને એક કાચના બાઉલમાં કાઢી લો.....

  3. 3

    ત્યારબાદ તેમાં ફરતે દાડમ અને લીલી દ્રાક્ષ અને વચ્ચે કાળી દ્રાક્ષ મૂકી અને કાજુ બદામની કતરણ નાખીને ફ્રિજમાં ૨ કલાક માટે મૂકી દો. ૨ કલાક બાદ ફ્રિઝમાંથી કાઢીને ઠંડું ઠંડું સર્વ કરો...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dipali Popat
Dipali Popat @cook_26686013
પર

Similar Recipes