ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week22
Eggless cake
આ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. કેક બેઝ માટે
  2. 1 1/2 કપમેંદો
  3. 1 કપદૂધ
  4. 1/4 કપકોકો પાઉડર
  5. ખાંડ (1/2 કપ)જરૂર મુજબ
  6. 1 ચમચી બેકિંગ પાઉડર
  7. 1/2 ચમચીબેકિંગ સોડા
  8. ચપટીમીઠુ
  9. 1/4 કપઓઈલ
  10. 1 ચમચીવિનેગર
  11. ચોકલેટ ગનાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, સોડા મીઠુ બધાને ચાળી બરાબર મિક્સ કરી લો.હવે દૂધ માં તેલ,વિનેગર ઉમેરી 5 મિનિટ રહેવા દો.પછી મિક્સ કરી લો.

  2. 2

    હવે તેને કેક ના મોલ્ડ ને ગ્રીસ કરી તેમા પાથરી દો. 2-3 વાર ટેપ કરી લો. જેથી એ હોય એ નીકળી જાય...હવે જેમાં કેક બનાવવી છે એ વાસણ ને 5 મિનિટ પ્રિહિટ કરી લો. પછી એમાં મૂકી 30 મિનિટ થવા દો. પછી ટૂથપીક થી ચેક કરી લો. જો કાચી લાગે તો ફરી 5-10 મિનિટ મૂકી દો.

  3. 3

    ઠંડી પડે એટલે અનમોલ્ડ કરી લો.હવે ઉપર થી હાડૅ હોય એ ભાગ કાઢી લો. વચ્ચે થી 2 સરખા ભાગ માં કોઈ કરી લો.હવે એક વાડકીમાં થોડુ દૂધ લઈ તેમાં 1 ચમચી કોકો પાઉડર ખાંડ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. તેને કેક ના બેઝ પર બધી જગા એ લગાવી દો.

  4. 4

    હવે ગનાશ ને બીટ કરી લો. હવે કેક પર લગાવી દો. બીજુ લેયર મૂકી ગનાશ ને બધી બાજુ લગાવી સરખી રીતે સ્પ્રેડ કરી લો.

  5. 5

    હવે તેને ડેકોરેટિવ કરી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes