કઢાઈ પનીર(Kadhai Paneer Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મસાલો બનાવવા માટે
  2. ૨ ચમચીજીરૂ
  3. ૨ ચમચીમરી
  4. ૧/૪ ચમચીઆખા ધાણા
  5. ૫-૬ નંગ સૂકા લાલ મરચા
  6. ૧ ચમચીકસુરી મેથી
  7. કઢાઈ પનીર બનાવવા માટે
  8. ૧૦૦ ગ્રામ પનીર (ટુકડા કરેલું)
  9. ૪-૫ ચમચી તેલ
  10. ૨-૩ ચમચી બટર
  11. ૧ કપઝીણા સમારેલા કાંદા
  12. ૧/૨ કપસમારેલા ટામેટા
  13. ૧ નંગકાંદા સમારેલા
  14. ૧ નંગકેપ્સીકમ સમારેલા
  15. ૩ નંગટામેટો પ્યુરી
  16. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  17. ૧ ચમચીઆદું ની પેસ્ટ
  18. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  19. ૧/૨ ચમચીસમારેલું મરચું
  20. ૧/૨ ચમચીઆદું લસણ સમારેલા
  21. મીઠું સ્વાદ મુજબ
  22. ૨ ચમચીકાજુ ની પેસ્ટ
  23. ૨ ચમચીતૈયાર કરેલો મસાલો
  24. ગાર્નિશ માટે
  25. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ મસાલો બનાવવા માટે મરી,આખા ધાણા,સૂકા લાલ મરચા,જીરૂ અને કસુરી મેથી નાખી ૫ મિનિટ સુગંધ આવે ત્યાં સુધી ધીમા તાપે શેકવું અને ઠંડુ પડે એટલે મિક્સ માં પીસી લેવું.

  2. 2

    હવે એક પેનમાં તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં કાંદા ઉમેરી ધીમા તાપે ૧૦ થી ૧૨ મિનિટ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી હલાવતાં રહી શેકવું.

  3. 3

    હવે કાંદા માં સમારેલા મરચા, સમારેલું આદુ અને આદું લસણ ની પેસ્ટ નાખી ૩ થી ૪ મિનિટ માટે સાંતળો પછી તેમાં હળદર પાઉડર,લાલ મરચું પાઉડર, તૈયાર કરેલો મસાલો ૧ ચમચી અને ૧/૨ ચમચી કાજુ ને પેસ્ટ,ટામેટા નાખી થવા દેવું તેલ છુંટુ પડે ત્યાં સુધી થવા દેવું.

  4. 4

    હવે ટામેટા પ્યુરી અને ૧/૨ કપ પાણી નાખી તેલ છુંટુ પડે ત્યાં સુધી થવા દેવું હવે તેમાં તૈયાર કરેલો મસાલો ૧ ચમચી ઉમેરી ૫ મિનિટ થવા દેવું.

  5. 5

    હવે તેમાં કાંદા ના ટુકડા, પનીર ના ટુકડા,કેપ્સીકમ ના ટુકડા નાખી ૧૦ મિનિટ સુધી હલાવતા રહી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું આ શાક ને તમે ગરમા ગરમ પરોઠા, નાન અને રોટલી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes