ગુઆકામોલે ચીકપી ટોસ્ટ (Guacamole Chickpea Toast Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#GA4
#Week23
#cookpadindia
#cookpadgujarati

ગુઆકામોલે ચીકપી ટોસ્ટ માં મેં મેક્સીકન, યુરોપીઅન તથા ઇન્ડિયન-અરેબિક ક્વિઝીન નું ફયુઝન કર્યું છે.

કન્ટ્રી બ્રેડ યુરોપીઅન ક્વિઝીન નો ભાગ છે. કન્ટ્રી બ્રેડ, અથવા પેન-ડી-શેમપેઇન, બધા બ્રેડ્સનો કિંગ માનવામાં આવે છે. તે મૂળભૂત રીતે ફ્રેન્ચ બ્રેડ છે જે મોટા ગોળાકાર કણક માં બેકર્સ યીસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે. આ બ્રેડ સામાન્ય બ્રેડ કરતા સાઈઝ માં મોટા હોય છે. મેં અહીં ઓલિવ - રોઝમેરી ફ્લેવર નો કન્ટ્રી બ્રેડ યુઝ કર્યો છે.

ગુઆકામોલે એક મેક્સીકન ડીપ અથવા સ્પ્રેડ છે જે એવોકાડો ને મેશ કરી તેમાં કાંદા, ટામેટા, સિલાન્ટ્રો, અને મસાલા ઉમેરી ને બનાવવામાં આવે છે.

ચણા નો વપરાશ ભારત તથા અખાત દેશો માં વધારે છે, ખાસ કરી ને અરેબિક ક્વિઝિન માં તેનું મુખ્ય સ્થાન છે. ઝાતર મસાલો પણ અરેબિક ક્વિઝીન નું એક મહત્વ નું ઘટક છે. આ બંને સામગ્રી નો મેં અહીં ઉપયોગ કર્યો છે.

આ ટોસ્ટ મેં મારુ પોતાનું ફયુઝન ટ્વિસ્ટ આપી ને પેહલી વાર બનાવ્યા અને ઘર માં સૌને ખૂબ જ ભાવ્યા, ખાસ કરી ને મારા દીકરા ને, જે ખાવા માં ખૂબ જ ચૂઝી છે. મારા ઘર માં બનતી નિયમિત વાનગીઓ માં આ વાનગી નો સમાવેશ થયો ! તમે પણ જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 6મોટી સ્લાઈસ કન્ટ્રી બ્રેડ
  2. બટર જરૂર મુજબ
  3. ➡️ ગુઆકામોલે ડીપ માટે ના ઘટકો:
  4. 2રાઈપ એવોકાડો
  5. 2 ટે.સ્પૂનજીણી સમારેલી કાકડી
  6. 2 ટે.સ્પૂનજીણા સમારેલા કાંદા
  7. 2 ટે.સ્પૂનજીણા સમારેલા રેડ બેલ પેપ્પર
  8. 1 ટે.સ્પૂનજીણી સમારેલી કોથમીર / પાર્સલે
  9. 7-8જીણા સમારેલા ચેરી ટોમેટો
  10. 2 નંગજીણા સમારેલા લીલા મરચાં (તીખાશ પ્રમાણે)
  11. 1 1/2-2 નંગલીંબુ નો રસ (ખટાશ પ્રમાણે)
  12. 1 ટી.સ્પૂનમરી પાઉડર
  13. 1 ટી. સ્પૂનચીલી ફ્લેક્સ
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. ➡️ રોસ્ટેડ ચીકપી માટે ના ઘટકો:
  16. 1 1/2 કપબાફેલા છોલે ચણા (પાણી નીતારેલાં)
  17. 1 ટી. સ્પૂનચીલી ફ્લેક્સ
  18. 1 ટી. સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  19. 1 ટી. સ્પૂનમરી પાઉડર
  20. 1 ટી. સ્પૂનચાટ મસાલા પાઉડર
  21. 1/2 ટી. સ્પૂનશેકેલું જીરા પાઉડર
  22. 1/4 ટી. સ્પૂનહળદર
  23. 1 ટી. સ્પૂનઓલિવ ઓઇલ
  24. મીઠું સ્વાદ પ્રમાણે
  25. ➡️ ગાર્નિશિંગ માટે:
  26. ચેરી ટોમેટો
  27. ફુદીના ના પાન
  28. સમારેલી કોથમીર
  29. ચીલી ફ્લેક્સ
  30. ઝાતર મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગુઆકામોલે ડીપ રેસિપી:
    સૌ પ્રથમ ગુઆકામોલે ડીપ બનાવવા માટે રાઈપ એવોકાડો ને વચ્ચે થી કાપી ને તેનો બી કાઢી પલ્પ ચમચી થી સ્કુપ કરી લો. પલ્પ ને એક બાઉલ માં લઇ ફોર્ક થી મેશ કરો. હવે તેમાં ઉપર જણાવેલ ગુઆકામોલે ડીપ ના બધા ઘટકો ઉમેરી ને બરાબર મિક્સ કરો. ગુઆકામોલે ડીપ તૈયાર છે. (નોંધ: ચેરી ટોમેટો ને બદલે રેગ્યુલર ટામેટા પણ લઇ શકાય.)

  2. 2

    રોસ્ટેડ ચીકપી રેસીપી:
    રોસ્ટેડ ચીકપી બનાવવા માટે એક બાઉલ માં બાફેલા છોલે ચણા લઇ તેમાં ઉપર જણાવેલ રોસ્ટેડ ચીકપી ના બધા ઘટકો ઉમેરી ને બરાબર મિક્સ કરો અને એક નોનસ્ટિક પેન માં 8-10 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર રોસ્ટ કરો. વચ્ચે - વચ્ચે હલાવતા રહો. રોસ્ટેડ ચીકપી તૈયાર છે. (નોંધઃ છોલે ચણા છૂટાં -છૂટાં રહે તે માટે ધ્યાન રાખવું કે બાફતી વખતે તે ઓવર કૂક ના થાય.)

  3. 3

    કન્ટ્રી બ્રેડ ટોસ્ટ:
    કન્ટ્રી બ્રેડ ની સ્લાઈસ ઉપર બંને બાજુ જરૂર મુજબ બટર લગાવી ને પ્રી હીટ કરેલા ઓવન માં 180 ડિગ્રી સેલ્સિયસ પર લાઈટ બ્રોવન થાય ત્યાં સુધી રોસ્ટ કરો (આશરે 8-10 મિનિટ). બ્રેડ કડક થઇ ને ક્રન્ચી ટોસ્ટ બની જશે. (નોંધઃ કન્ટ્રી બ્રેડ ને બદલે કોઈ પણ સ્લાઈસ બ્રેડ યુઝ કરી શકો.)

  4. 4

    ગોઠવણી અને ગાર્નિશિંગ:
    સૌ પ્રથમ બ્રેડ ટોસ્ટ ઉપર ગુઆકામોલે ડીપ નું એક સરખું થીક લેયર સ્પ્રેડ કરો. હવે ઉપર ઝાતર મસાલો સ્પ્રિંકલ કરો. તેની ઉપર ચેરી ટોમેટો ની સ્લાઈસ છૂટી-છૂટી ગોઠવો. હવે રોસ્ટેડ ચીકપી પાથરો. હવે ફુદીના ના પાન અને સમારેલી કોથમીર થી ગાર્નિશ કરો. ત્યારબાદ ઉપર ચીલી ફ્લેક્સ અને ઝાતર મસાલો સ્પ્રિંકલ કરો.

  5. 5

    સ્વાદિષ્ટ ચટાકેદાર ક્રિસ્પી ગુઆકામોલે ચીકપી ટોસ્ટ તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. સાથે ટોમેટો સૂપ સર્વ કરો અને યમી એપેટાઈઝર ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (91)

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
Zatar masalo Shu hoy chhe? What can I replace it with?

Similar Recipes