પપૈયા આઈસ્ક્રીમ (Papaya Icecream Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#GA4
#Week23
#Food puzzle
# papaya

શેર કરો

ઘટકો

2 દિવસ
8 વ્યક્તિ
  1. 1 લિટરફૂલ ફેટ દૂધ
  2. 3 ચમચીકસ્ટડ પાઉડર
  3. 1 ચમચીબટર
  4. 1 1/2 કપખાંડ
  5. 2 કપપપૈયાં નો પલ્પ
  6. 2ટીપાં આઈસ્ક્રીમ એસેન્સ
  7. સર્વ કરવા માટે સિલ્વર બોલ્સ, ચોકલેટ વૅમિસીલી

રાંધવાની સૂચનાઓ

2 દિવસ
  1. 1

    સૌથી પહેલા એક વાસણમાં 2 ચમચી પાણી નાખી દૂધ નાખી ગરમ કરવા માટે મુકો સતત હલાવતા રહો

  2. 2

    હવે પપૈયાં ને કટ કરી પીસ પાડી પીસી લો હવે દૂધ ઉકળી ને 1/2 થાય એટલે તેમાં ખાંડ નાખો

  3. 3

    હવે તેમાં કસ્ટડ પાઉડર દૂધ મા ઓગાળી ને ઉમેરો પછી તેમા બટર નાખી બરાબર હલાવી લો પછી તેમા પપૈયાં નો પલ્પ નાખી બરાબર હલાવી ઠંડું થવા દો પછી તેણે ક્રશ કરી ગાળી લો હવે તેણે સેટ થવા માટે મુકી દો

  4. 4

    થોડો સેટ થાય એટલે તેણે ફરી થી ક્રશ કરી લો હવે તેમાં આઈસ્ક્રીમ એસેન્સ નાખી બરાબર મિક્ષ કરી ફરી 6 થી 7 કલાક સુધી સેટ થવા માટે મૂકી લો

  5. 5

    હવે આઈસ્ક્રીમ સેટ થાય એટલે તેણે કરવી બાઉલમાં કાઢી ઉપર થી સિલ્વર બોલ અને ચોકલેટ વરમીસીલી થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes