રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ માટે
  1. 1/2 લિટરદૂધ
  2. 1લીંબુનો રસ
  3. 1/2 કપખાંડ
  4. 1 ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ફૂલ ફેટ દૂધને તપેલીમાં લઈ એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો

  2. 2

    હવે દૂધને નીચે ઉતારી લો એક વાટકામાં લીંબુનો રસ કાઢી લો એમાં 1/2વાટકી પાણી રેડો

  3. 3

    આ મિશ્રણને થોડું થોડું દૂધમાં રેડી ચમચાથી હલાવતા રહેવું લે દૂધમાંથી પનીર છૂટું પડશે.

  4. 4

    આ પનીર ગરણી માં એક મલ મલ નું કપડું મુકી ગાળી લેવું પછી ઠંડું પાણી રેડી બધું જ પાણી નિતારી લેવું.

  5. 5

    1/2કલાક બાદ પનીરને હાથ વડે એકદમ મસળી લેવું પછી તેમાં એક ચમચી મેંદો ઉમેરી એકદમ મસળવું અને નાની ગોળીઓ વાળવી

  6. 6

    એક તપેલીમાં ખાંડ તેમજ બે કપ પાણી ઉમેરી ઉકાળવા મૂકવું ચાસણી કરવાની નથી આ પાણી ઉકળે એટલે તેમાં આ ગોળીઓ નાખવી

  7. 7

    થોડીવાર માટે ઢાંકીને રાખો પછી ખોલી અને ઉકળવા દેવું રસગુલા એકદમ ફૂલી અને મોટા થઈ જશે.

  8. 8

    રસ ગુલા ઉપર આવી જાય એટલે ઉતારી ઠરવા દેવું અને એક બાઉલમાં કાઢી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes