સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
બે વ્યક્તિ
  1. 2 વાટકીઅડદની દાળ
  2. 3/4 વાટકીમગની દાળ
  3. 1 લીટર દૂધનું દહીં
  4. 1 વાટકીગ્રીન ચટણી
  5. ૧ ચમચો શેકેલું જીરુ પાઉડર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 ચમચા મસાલા વાળા શીંગદાણા
  8. 2 ચમચા દાડમના દાણા
  9. 1 વાટકીનાયલોન સેવ
  10. 1 મીઠું
  11. 1/2 ચમચી હિંગ પાઉડર
  12. જરૂરિયાત મુજબ તેલ તળવા માટે
  13. 1 ચમચો કાજુના ટુકડા સ્ટફિંગ માટે
  14. 1 ચમચો કિસમિસના ટુકડા સ્ટફિંગ માટે
  15. ૧ વાટકીખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળ અને મગની દાળને ધોઈ અને ચાર કલાક પલાળવી

  2. 2

    દાળ પલાળી જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરવી છથી સાત કલાક આથો આવવા દેવું

  3. 3

    આથો આવી જાય પછી તેમાં મીઠું મિક્સ કરી હલાવવું કાજુ કિસમિસ નાના ટુકડા ઉમેરી વડા ગરમ તેલમાં મૂકી ઉતારવા બાજુના ગેસ પર તપેલીમાં સતત પાણી કરવું તેમાં હિંગ અને મીઠું ઉમેરો વડા ને તેલમાંથી નિતારી તેને પાણીમાં ઉમેરવા

  4. 4

    વડા ને પાણીમાં નાખી તરત ચમચાથી કાઢી લઇ દબાવીને થાળીમાં ગોઠવવા પાણી નિતારી લેવું ફ્રીઝરમાં ઠંડા કરવા મૂકવા જીરું ને લોટીમાં શેકી મિક્સરમાં ક્રશ કરી પાઉડર તૈયાર કરવા

  5. 5

    દહીં માં ખાંડ અને મીઠું ઉમેરી વલોવવું

  6. 6

    ઠંડા થયેલા વડાને એક બાઉલમાં ગોઠવી તેમાં ઉપર વલોવેલું દહીં પાથરવું ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી કોથમીર દાડમ શેકેલું જીરૂ પાઉડર મરચા પાઉડર મસાલાવાળા શીંગદાણા અને સેવ થી ગાર્નીશ કરી સર્વ કરવું

  7. 7

    તૈયાર છે કાજુ કિસમિસ ના સ્ટફિંગ વાળા દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes