પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
વ્યક્તિ
  1. 3 નંગગાજર
  2. 1/4 નંગકોબીજ
  3. 1 નંગકેપ્સિકમ
  4. 1 નંગબાફેલું બટાકુ
  5. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. 1/2ચમચી હળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2 ચમચીમરચું પાઉડર
  9. 1પાવુંચ મેગી મસાલો
  10. ચપટીહિંગ
  11. 1ચમચો તેલ
  12. કણક બાંધવા માટે જોઈશે
  13. 3 વાટકીઘઉં નો લોટ
  14. 1જૂડી પાલક
  15. મીઠું
  16. 3 ચમચા તેેેલ
  17. પાણી જરૂર મુજબ
  18. ચોળવવા માટે તેલ
  19. પીરસવા માટે
  20. ખજૂર, ગોળ,આંબલી ની ચટણી
  21. ટોમેટો સોસ
  22. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજર ની છાલ ઉતારી ખમણી લો પછી કોબીજ ને લાંબી અને પતલી સમારી લેવી કેપ્સિકમ ની પટ્ટી લાંબી પટ્ટી કરી સમારવી

  2. 2

    હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી પહેલા કેપ્સિકમ ને સાંતળી લઈ પછી કોબીજ અને ગાજર ઉમેરીને બાફેલું બટેટાને મસળી ને નાખી દો મીઠું નાખી બરાબર મિક્સ કરી આદુ મરચાં ની પેસ્ટને નાખી બધા મસાલા નાખી છેલ્લે મેગી મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી મિશ્રણ ને ઠરવા દો

  3. 3

    હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરી પાલક ને બાફી લો પછી તેમાં બ્લેન્ડર ફેરવી ઠરવા દો એક કથરોટ માં લોટ ચાળી તેમાં મોણ અને મીઠું નાખી બનાવેલ પાલક ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી કણક તૈયાર કરો

  4. 4

    બંને તૈયાર છે હવે આપણે એક મોટું ગોરણું લઈ નાની રોટલી વણી તેમાં સ્ટફિંગ ભરી ફરી ગોળ વાળી વણી લો

  5. 5

    સરસ વણી એક લોઢી. ને ગરમ કરી તેમાં તૈયાર કરેલ પરોઠા ને તેલ મૂકી ચોળવી લો સરસ બદામી કલર ના બની જાય એટલે તેને ગરમ પીરસો

  6. 6

    હવે ફ્રેન્કી બનાવવા માટે એક ગોરણું લઇ તેમાંથી પતલી રોટલી વણી લો પછી તેને થોડી કાચી, પાકી ચોળવી લઈ એક બાજુએ રાખી મુકો

  7. 7

    પછી તૈયાર કરેલ રોટલી ની બંને બાજુ તેલ લગાવી વચ્ચે સ્ટફિંગ મસાલો રાખી વાળી લઈ ચોળવી લો તેને વચ્ચે થી કટ કરી આંબલી ની ચટણી,ટોમેટો સોસ અને લસણ ની ચટણી સાથે પીરસો નાના મોટા બધા ને પસન્દ આવે તેવી મસ્ત લાગે છે અને હેલ્ધી પણ ખરી બનાવવી પણ સરળ છે છે ને,? તમે પણ બનાવશો એક પ્રકારની વસ્તુઓ માંથી બંને વસ્તુઓ બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes