ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 750 ગ્રામ બટાકા
  2. 100 ગ્રામ શીંગ દાણા
  3. 50 ગ્રામ ટોપરા નુ છીણ
  4. 50 ગ્રામ કોથમીર
  5. આદું મરચાં ની પેસ્ટ
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીમરચાં નો ભૂકો
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. તળવા માટે તેલ
  11. 50 ગ્રામ કાજુ કિસમીસ
  12. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. મે ઓવન માં બાફયા છે. તેના થી કોરો માવો થાય છે

  2. 2

    પછી શીંગ દાણા ને મિક્સરમાં ક્રસકરી લેવા ને ભૂકો તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ એક થાળી માં ભૂકો તલ ટોપરાનું છીણ લઈ લો પછી તેમાં ગરમ મસાલો કોથમીર આદુ મરચાં ની પેસ્ટ લીંબુ નો રસ મરચાં નો ભૂકો મીઠું ને ખાંડ ઉમેરી માવો તૈયાર કરી તેમા ડાૃયફૂટ ઉમેરી દો

  4. 4

    આ માવો પેટીસ નું અંદર નું સ્ટફીંગ તૈયાર. તેના નાના ગોળા વાળી લેવા.

  5. 5

    પછી એક બાઉલ માં બટાકા લઈ તેને મેસ કરી લો. તેમાં મીઠું કોથમીર ઉમેરી ઉપર નું પડ નું મિસરણ તૈયાર કરો

  6. 6

    ત્યારબાદ થોડો હાથ તેલ વાળો કરી જે ઉપર ના પડ માટે તૈયાર કરયુ તેમાં થી પૂરી જેવું થેપી તેમા સ્ટફીંગ ભરી ને પેટીસ તૈયાર કરો.

  7. 7

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં પેટીસ તળી લો ને ત્રણ ચટણી સાથે મે સર્વ કરી છે. આ પેટીસ ને દહીં પેટીસ કરવી હોય તો ડીશ માં પેટીસ લઈ બધી ચટણી ને દહીં નાખી કોથમીર ઉમેરી સર્વ કરો. આભાર

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes