વાટી દાળના ખમણ અને ટમટમ ખમણ (Vati Dal Khaman Tamtam khaman Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ
#KS4

વાટી દાળના ખમણ અને ટમટમ ખમણ (Vati Dal Khaman Tamtam khaman Recipe In Gujarati)

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ
#KS4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧થીદોઢ દિવસ
૪લોકો
  1. ૧ વાટકી ચણા ની દાળ
  2. ૧/૪ વાટકી ચોખા
  3. ૧/૪ કપ પૌવા
  4. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચી હળદર
  6. મીઠું
  7. ૧નાની ચમચી હીગ
  8. ૧ ચમચી ઈનો અથવા ખાવા નો સોડા
  9. તેલ જરુર મુજબ
  10. પાણી જરૂર મુજબ
  11. વઘાર કરવા માટે
  12. ૨મોટી ચમચી તેલ
  13. ૨ચમચી રાઈ
  14. ૮થી૧૦ મીઠાં લીમડાના પાન
  15. ૧ ચમચી તલ ઑપ્શનલ છે
  16. ૪ થી૫ઉભા સમારેલા લીલા મરચા
  17. ૨ચમચી કોપરાનું ખમણ
  18. ૨મોટી ચમચી જીણી સમારેલી કોથમીર
  19. ટમટમ ખમણ બનાવવા માટે
  20. ૨ચમચી તેલ
  21. ૨ચમચી લાલ મરચું પાઉડર
  22. ૨ચમચી રાઈ
  23. ૧ચમચી તલ
  24. મીઠા લીમડાના પાન
  25. લીલા નાળિયેર નું છીણ ન હોય તો સુકા કોપરાનું પણ ચાલે
  26. લીબું નો રસ

રાંધવાની સૂચનાઓ

૧થીદોઢ દિવસ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ અને ચોખાને ધોઈને ચારથી પાંચ કલાક પલાળી દેવાં

  2. 2

    જો તમારે બપોરે બનાવવા તો આગલા દિવસે સાંજે પલાળીને રાત્રે તેને વાટીને મૂકી દેવું એટલે બીજા દિવસે સવારે આથો આવી જશે પીસતી વખતે બહુ પાણી નથી નાખવાનો

  3. 3

    જ્યારે ચણાની દાળ અને ચોખા વિશે ત્યારે પૌવા ને પલાળીને નાખવા જેથી ખમણ એકદમ પોચા રુ જેવા થશે

  4. 4

    આ રીતે ખીરું તૈયાર કરી લેવું પછી અથવા આવી જાય એટલે તેની અંદર વાટેલા આદુ-મરચાં મીઠું હળદર અને હિંગ નાખી મિક્સ કરવું

  5. 5

    હવે તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો

  6. 6

    હવે ઢોકળીયામાં પાણી નાખી ગરમ કરવા મૂકી દો

  7. 7

    અત્યારે ખમણ બનાવવા હોય ત્યારે જ તેની અંદર ઈનો અથવા ખાવાનો સોડા અને એક ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું

  8. 8

    અને ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી દેવુ અને દસથી બાર મિનિટ સ્ટીમ થવા દેવું

  9. 9

    ખમણ સ્ટીમ થઈ જાય એટલે તેના થોડા ઠંડા થવા દેવા

  10. 10

    મેં તેના કાપા પાડી ને એના પર વઘાર રેડી દેવું

  11. 11

    વઘાર કરવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ લીમડાના પાન તલ અને કોથમીર નાખી મિક્સ કરું

  12. 12

    હવે તેને કોથમીર અને કોપરાની છીણ મિક્સ કરી સર્વ કરો

  13. 13

    તમ તમ ખમણ બનાવવા માટે બનાવેલા ખમણ ઉપર લાલ મરચું નાખી મિક્સ કરવું

  14. 14

    પછી તેની ઉપર મુજબ વઘાર કરી મિક્સ કરી દેવું છેલ્લે તેની અંદર લીંબુનો રસ મિક્સ કરવો

  15. 15

    તેને પણ કોથમીર અને કોપરાની છીણ થી ગાર્નીશ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes