ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week26

આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.
આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.

#OrangePunch

#Cookpad
#Cookpadgujarati
#CookpadIndia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૩ કપઓરેન્જ જ્યુસ
  2. ૩ કપસ્પ્રાઇટ (આ ના બદલે ઓરેન્જ સોડા - Fanta પણ યુઝ કરી સકાય છે)
  3. ૬ સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ
  4. ૩ ચમચીચીયા સીડ્સ (૨૦ મીનીટ પાણી માં પલારેલાં) Chia Seeds
  5. કીવી સ્લાઈસ ગાર્નીશિંગ માટે (ઓરેન્જ ની પણ લઈ સકો છો)
  6. નાની ઓરેન્જ ની ચીરીઓ ડેકોર માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ઓરેન્જ ને સરસ ધોઈ છાલ કાઢી એનો જ્યુસ બનાવી લો.

  2. 2

    મેં જ્યુસ ને ગાળી લીધો છે, એટલે કુચા બધા નીકળી જાય. ઓરેન્જ ખુબ જ સ્વીટ હતી એટલે જ્યુસ બહુ જ સરસ થયો છે. તેમાં તમે જરાં લીંબુ સોડા મસાલો અને બરફ નાં ટુકડાં ઉમેરી એકલો પીવો તો પણ ખુબ જ સરસ લાગસે. હવે, બનાવેલા ઓરેન્જ જ્યુસ ને એક મોટા બાઉલ માં કે પંચ બાઉલ માં કાઢી લો.

  3. 3

    હવે, ૩ કપ ઓરેન્જ જ્યુસ માં ૩ કપ સ્પ્રાઇટ અને ૩ નાના સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ ઉમેરો. બધું સરસ મીક્ષ કરી લો. જો તમારે સ્પ્રાઇટ ના યુઝ કરવી હોય તો ફેન્ટા(ઓરેન્જ સોડા)પણ યુઝ કરી શકો છો. એનો ટેસ્ટ પણ સરસ લાગે છે.

  4. 4

    હવે પાણી માં પલારેલાં ચીયા સીડ્સ માંથી વધારાનું પાણી કાઢી લો. મેં ગરણી માં નાંખી પાણી ગાળી લીધું છે. હવે, ગ્લાસ માં પહેલાં ૨ નાની ચમચી જેટલાં ચીયા સીડ્સ ઉમેરો.

  5. 5

    હવે, ગ્લાસ માં ઉપર બનાવેલું ઓરેન્જ પંચ ઉમેરો. તેના પર ફરી એક સ્કુપ વેનીલા આઈસકી્મ મુકો. કીવી ની બે સ્લાઈસ થી સજાવો અને સરસ ઠંડુ ઠંડુ સવઁ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes