રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe in Gujarati)

Shruti Hinsu Chaniyara
Shruti Hinsu Chaniyara @shruti_22
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨લોકો
  1. ૧/૪ કપબેસન
  2. ૧ કપદહીં
  3. આઠ-દસ કાળા મરી
  4. 1 ચમચીમેથીના દાણા
  5. ૩-૪ લવિંગ
  6. 2ઇલાયચી
  7. 1તજનો ટુકડો
  8. 4-5મીઠા લીમડાના પાન
  9. 1 ચમચીસુકો ફુદીનો
  10. 1 ઇંચખમણેલું આદુ
  11. ૨-૩ લીલા મરચા કાપેલા
  12. 2આખા સૂકા લાલ મરચા
  13. પાણી
  14. ૧ ચમચીરાઈ
  15. 2 ચમચીજીરૂ
  16. વઘાર માટે બે થી ત્રણ ચમચા ઘી
  17. 1/2 ચમચી હળદર
  18. 2 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1/2 ચમચી હિંગ
  20. 2તજ ના પાન

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન લઈ તેમાં એક કરી નાખી હળદર લાલ મરચું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરો હવે તેમાં એક લીટર પાણી ઉમેરી બરાબર એકરસ થાય ત્યાં સુધી મિક્સ કરો.

  2. 2

    હવે એક કડાઈમાં બેથી ત્રણ ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, જીરુ, મેથીના દાણા, કાળા મરી, તજ પતા, ઇલાયચી, મીઠા લીમડાના પાન, તજ, કાપેલા લીલા મરચા અને ખમણેલું આદુ નાખી ને વઘાર કરી તેમાં બેસન અને દહીનું મિશ્રણ ઉમેરો.

  3. 3

    કઢીમાં એક ઉભરો આવે ત્યાં સુધી સતત હલાવતા રહેવું જેથી કરીને કઢી નીચે ચોટી ના જાય, 20 થી 25 મિનિટ સુધી કઢી ને ઉકળવા દેવી જેથી કઢી સરસ ઘાટી બની જાય.

  4. 4

    હવે એક વઘારીયામાં ૨ ચમચી ઘી મૂકી તેમાં ૧ ચમચી જીરુ, આખા લાલ મરચાં, એક ચમચી લાલ મરચું પાઉડર નાખી કઢી માં ઉપરથી તડકો મારવો. હવે તેમાં સુકા ફુદીનાને હાથથી મસળી ને ઉપરથી નાખો. લીલા ધાણાથી ગાર્નીશ કરી ગરમ ગરમ કઢી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Hinsu Chaniyara
પર
Ahmedabad

ટિપ્પણીઓ (5)

Similar Recipes