ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#week1
આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)

#GA4
#week1
આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. પેટીસ નું બહાર નું પડ બનાવવા
  2. મોટા બાફેલ બટાકા
  3. મીઠું સ્વાાનુસાર
  4. ૨ ટેબલ સ્પૂનઆરા નો લોટ
  5. ૧/૪ટી સ્પૂન તેલ
  6. સ્ટફિંગ બનાવવા
  7. ૧/૪ વાટકીકોપરા નું ખમણ
  8. ૧/૪વાટકી શીંગદાણા નો ભૂકો
  9. ૧/૪ વાટકીબાફેલ બટાકા નો માવો
  10. ટેબલસપૂન આદું મરચા ની પેસ્ટ
  11. ૨ ટેબલસ્પૂનલીંબુ મો રસ
  12. ૨ટેબલસ્પૂન દળેલી ખાંડ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ટેબલસપૂન કાજુ
  15. ૨ ટેબલસ્પૂનસૂકી દ્રાક્ષ
  16. ૧/૪ વાટકીસમારેલ ધાણા
  17. ગ્રીન ચટણી
  18. બાઉલ સમારેલ લીલાં ધાણા
  19. ૩-૪ લીલાં મરચાં
  20. ૧ ટુકડોઆદું
  21. ૧/૨ ટેબલ સ્પૂનખાંડ
  22. ૨ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  23. ૧/૪ વાટકીશીંગદાણા નો ભૂકો
  24. મીઠું સ્વાદ મુજબ
  25. દહીં ની ચટણી
  26. ૧ વાટકીદહીં
  27. ૧/૨ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  28. ૧ટી સ્પૂન મીઠું
  29. ૧ ટેબલ સ્પૂનતૈયાર કરેલ સ્ટફિંગ નું મિશ્રણ
  30. ૧ ટેબલસ્પૂનધાણા ભાજી
  31. પેટીસ તળવા માટે
  32. ૨ ટેબલ સ્પૂનઆરા નો લોટ
  33. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેટીસ બનાવવા સૌ પ્રથમ આપણે બાફેલા બટાકાની છોલી લઈ તેને મેશ કરી લઈએ.

  2. 2

    હવે પેટીસ નું બહાર નું પડ બનાવવા માટે આપને તૈયાર કરેલ બટાકાના માવા માં થોડું મીઠું અને તપકિર ઉમેરી મિશ્રણ તૈયાર કરી લઈએ.

  3. 3

    પેટીસ નું સ્ટફિંગ તૈયાર કરવા માટે સૂકા ટોપરા નું ખમણ લઈ તેમાં શીંગદાણા નો ભૂકો,આદું મરચાં, ખાંડ,લીંબુ,કાજુ,સૂકી દ્રાક્ષ,અને ધાણા ભાજી નાખી સ્ટફિંગ તૈયર કરી લઈએ.

  4. 4

    હવે બટાકાના મિશ્રણમાંથી લુવો બનાવી હાથ માં ૧_૨ ટીપાં તેલ લઈ હાથ ને તેલ થી ગ્રીસ કરી બહાર નું પડ બનવવા માટે થેપી લઈ તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી ગોળ પેટીસ વાળી તૈયાર કરી લઈએ.

  5. 5

    ત્યારબાદ તપકીર નાં લોટ માં રગદોળી પેટીસ ને તળી લઈએ.

  6. 6

    ગ્રીન ચટણી બનાવવા સૌ પ્રથમ મિક્સર માં શીંગદાણા ક્રશ કરી લઈ,ત્યાર બાદ તેમાં ધાણા ભાજી,આદું,લીલાં મરચાં,ખાંડ,અને લીંબુ નાખી ફરી ક્રશ કરી ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ.

  7. 7

    મસાલા દહીં તૈયાર કરવા એક બાઉલ માં દહીં લઈ તેમાં થોડું મીઠું,ખાંડ,અને સ્ટફિંગ માટે તૈયાર કરેલ મિશ્રણ ૧/૨ ટેબલ સ્પૂન ઉમેરી વ્યવસ્થિત હલાવી તૈયાર કરી લઈએ.

  8. 8

    ગરમા ગરમ પેટીસ ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes