ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#KS4
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે.....

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KS4
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2.5 કપચણાનો લોટ
  2. 1ટેબ.સ્પૂન કાળા મરી નો પાઉડર
  3. 1 ટી.સ્પૂન અજમો
  4. 1/2 કપપાણી
  5. 1/2 કપતેલ
  6. 1/2 ટી.સ્પૂનપાપડીયો ખરો/ બેકિંગ સોડા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તાળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા આપણે ચણાનો લોટ લઈશું..તેમાં મેરિનો પાઉડર અને અજમો એડ કરીશું..પછી તેને મિક્સ કરી લઈશું... પછી એક બાઉલ માં આપણે પાણી અને તેલ માપ પ્રમાણે લઈશું..તેમાં મીઠું અને પાપડીયો ખરો એડ કરીશું..અને તેને બરાબર મિક્ષ કરી લઇશું.. તેનો કલર ચેન્જ થઈ જશે એકદમ સફેદ જેવો થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું

  2. 2

    હવે આપણે આ મિશ્રણ ને લોટ માં એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું..લોટ ને આ રીતે બાંધી તેલ વાળો હાથ કરીને મસળી લઈશું...

  3. 3

    હજી આપણે ગાંઠિયા પાડવા માટે લોટને ઢીલો કરવો પડશે.એટલે બાંધેલા લોટ ના બે ભાગ કરીને એક ભાગ માં પાણી એડ કરતા જઈશું.અને માસળતા જઈશું..લોટ નો કલર ચેન્જ થઈ જશે અને ઢીલો થઈ જાય પછી થોડો તેલ વાળો હાથ કરીને બરાબર મિક્ષ કરી લઈશું.

  4. 4

    આ બાજુ તેલ ગરમ થઇ ગયુ છે કે નહીં એ ચેક કરી લેવાનું તેલ બરાબર આવી જાય એટલે તાપ ધીમો કરીને.. આપણે એના સ્પેશ્યલ જારા થી અથવા ખમણી થી પાડી લઈશું મારી પાસે જારો નથી એટલે મેં ખમણી નો ઉપયોગ કર્યો છે...પાડીને તરત જારા થી હલાવી લઈશું..જેથી ગાંઠિયા એકબીજા સાથે ચોંટે નહીં..એને ધીમા થઈ મીડીયમ ગેસ પર તળીશું.બહુ લાલ નહીં થવા દઈએ સફેદ જ રાખવાનાં છે..

  5. 5

    તો રેડી છે ભાવનગરી ગાંઠિયા એકદમ ક્રિસપી અને સોફ્ટ..ચા ની સાથે પણ બહુ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes