ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Sabji Recipe In Gujarati)

ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તમારે જે દિવસે બનાવવા ની તૈયારી હોય તેના બે દિવસ પેહલા તમારે આ પ્રોસેસ કરવી પડે. સૌ પ્રથમ મગ ને ધોઈ ને 7-8 કલાક પલાળી રાખો. પછી તેને કાણા વાળા ટોપા મા કાઢી લો. કાણા વાળા ટોપા ને એજ માપ ના બાઉલ મા અધ્ધર રહે ટે રીતે મૂકી તેની ઉપર ડીશ (અધ્ધર રહે એ રીતે) ઢાંકી તેને આ રીતે ગરમ જગ્યા એ 8-10 કલાક મૂકવું. મેં બંધ માઈક્રોવેવ માં મૂક્યું હતું. મગ સરસ અંકુરિત એટલે કે ફુટી ગયા હશે.
- 2
હવે એક પેન માં તેલ લઇ જીરૂ, લીમડી, હિંગ અને ચોપ કરેલા મરચાં નાંખી હળદર, મરચું ઉમેરી વઘાર કરો. તેમાં ફણગાવેલા મગ ઉમેરો. હવે તેમાં થોડું પાણી નાંખી મીઠુ અને ધાણા જીરું ઉમેરી ડીશ ઢાંકી દો. તેને વરાળે ચઢવા દો. વચ્ચે હલાવતા રહો. મગ ચઢી જાય એટલે ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરો. બાઉલ માં લીલા ધાણા નાંખી દો. તો રેડી છે મગ ના વહીડા......
- 3
મગ ચઢી જાય એટલે ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરો. બાઉલ માં લીલા ધાણા ઉમેરી સર્વ કરો. આ મગ એકલા પણ ખવાય છે અને ગરમ ગરમ રોટલી અને કઢી સાથે ખાવાની ખુબ જ મજા આવે છે. તો તૈયાર છે મગ ના વૈઢા......
- 4
Similar Recipes
-
ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)
#GA4 #Week7મારી ઘરે નાસ્તા માં પણ બને છે અને અમુક વખત કઢી ભાત સાથે પણ બને છે. મગ ના વહીડા માંથી બીજી ઘણી બધી રેસિપી બનાવું છું. મગ તો ખુબ જ હેલ્થી અને પૌસ્ટિક છે.મગ ખાવા થી બહુ બધા વિટામિન અને પ્રોટીન મળી રહે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીમાર માણસ માટે પણ મગ ના વહીડા ફાયદાકારક છે. Arpita Shah -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeગુજરાતી ભોજનમાં કઠોળનું એક અલગ જ મહત્વ છે. નાસ્તામાં પણ કઠોળ ખવાય છે. કહેવત છે કે "મગ ચલાવે પગ" આ કઠોળ એવું છે કે જેમાં વિટામીન ,પ્રોટીન, ખનિજ તત્વો ભરપૂર છે. મગ વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે. Neeru Thakkar -
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7વિટામિન, પ્રોટીન અને ખનીજ તત્વોથી ભરપૂર મુગ ખાવાથી તેમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવા ખનિજ તત્વો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સારું રાખે છે . આ ઉપરાંત મગ શક્તિવર્ધક પણ છે. આજે મેં ગુજરાતી સ્ટાઇલથી મુંગ મસાલા બનાવ્યા...જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે. Ranjan Kacha -
મગના શણગા(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11 મગની દાળનું સેવન આપણે બધા કોઈને કોઈ રીતે જરૂર કરીએ છીએ પણ આજે હું અંકુરિત મગ ની રેસીપી પ્રસ્તુત કરું છું.અંકુરિત એટલે કે ફણગાવેલા મગ જેમાં ઘણા બધા પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ,કોપર, રાઇબોફ્લોવિન,વિટામિન B, B6,C,ફાઇબર પોટેશિયમ,કેલ્શિયમ,આયર્ન અને પ્રોટીન રહેલા હોય છે. તેથી અંકુરિત મગ કે કોઈપણ અંકુરિત કઠોળનું સેવન સ્વસ્થ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. તેમાં રહેલાએન્ટીમાઇક્રોબિયન અને એન્ટીઇનફ્લામેટ્રી ના ગુણ શરીરના ઈમ્યુનિટી પાવર ને વધારી રોગ પ્રતિકારક શક્તિ આપે છે. Riddhi Dholakia -
ફણગાવેલા મગનું શાક(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11( ફણગાવેલા મગ ફાઇબર અને પ્રોટીન થી ભરપુર છે અને શિયાળાની સવારનો એક ઉત્તમ નાસ્તો છે) Vaishali Soni -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11આ ખૂબ પૌષ્ટિક આહાર છે. jignasha JaiminBhai Shah -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
ફણગાવેલા મગ કબાબ (Sprouted Moong Kebab Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા મગ એ બહુજ પૌષ્ટિક છે.તે કાચા પણ ખવાય અને તેમાં થી અલગ અલગ વાનગી પણ બનાવાય છે.મેં તેમાં થી કબાબ બનાવ્યા જે બહુ જ ટેસ્ટી બન્યા. તેને તમે સ્ટાર્ટર માં સર્વ કરી શકો અને ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. Alpa Pandya -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
એમ પણ મગ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય અને આ તો ફણગાવેલા મગ એટલે પ્રોટીન થી ભરપૂર. સવારનાં નાસ્તા માં ખાવાની ખૂબ મજા આવે. બસ ફણગાવવા માટે થોડું અગાઉથી પ્લાન કરવું પડે. Dr. Pushpa Dixit -
સ્પ્રાઉટેડ મસાલા મગ (Sprouted Masala Moong Salad Recipe In Gujarati)
#GA4#WEEK11મગ મા વિટામિન અને ફાઇબર વધારે હોય છે. મગ ખાવા સારુ. સ્પ્રાઉટેડ મગ નું સલાડ પણ બનાવાય છે. મેં મસાલા મગ બનાવ્યા છે. Richa Shahpatel -
ખાટા ફણગાવેલા મગ (Khata Sprouted Moong Recipe In Gujarati)
#LB નાના મોટા બાધા ને લંચ બોક્સ મા ફણગાવેલા મગ મજા આવે ખાવાની. Harsha Gohil -
-
ફણગાવેલા મગ પાલક નું શાક (Sprouts Moong Palak Sabji Recipe In Gujarati)
#BR #MBR5 લગભગ મગ ની દાળ અને પાલક નો ઉપયોગ કરીને બનતું શાક અહીં મારું ફેવરીટ ફણગાવેલ મગ પાલક નું શાક ઓછી કેલરી વાળું તંદુરસ્ત પૌષ્ટિક્તા થી ભરપૂર આ શાક બીજા સામાન્ય મસાલા નો ઉપયોગ કરી સાદી રીતે બનાવ્યાં છે. Bina Mithani -
ફણગાવેલા મઠનું શાક(Sprouted moth sabji recipe in Gujarati)
#GA4#Week11#Sproutsકઠોળ જેવા કે ચણા, ચોળી, મસુર, રાજમા, મગ અને મઠ પ્રોટીન અને શકિત પુરો પાડતો અગત્યનો ખોરાક છે. એમાં પણ જો કઠોળને ફણગાવીને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે તો શરીરને અગણિત ફાયદા થાય છે. ફણગાવેલા મઠ પ્રોટીન, ફાયબર, જરુરી વિટામીન અને મીનરલ નો ઉત્તમ સ્ત્રોત અને સંપૂર્ણ આહાર છે. મેં આજે ફણગાવેલા મઠનું શાક બનાવ્યું છે. Harsha Valia Karvat -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
ફણગાવેલા મગ નુ શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય ત્યારે ફણગાવેલા મગ નુ કોરું શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
સ્પ્રાઉટેડ ટેંગી ચીલા વિથ સાલસા સલાડ (Sprouted Tangy Chila Salsa Salad Recipe In Gujarati)
#GA4#Week11ફણગાવેલા મગ ના વહીડા તો ખુબ જ પૌસ્ટિક હોય છે.ઘણા બધા વિટામિન મળે છે તેમજ કેલ્સયમ થી ભરપૂર છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફણગાવેલા મગ માંથી ચીલા બનાવ્યા છે અને સાથે પાલક ની ભાજી નો પણ ઉપયોગ કર્યો છે જેથી આયર્ન થી પણ ભરપૂર છે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (3)