રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે થી ત્રણ વ્યક્તિ માટે
  1. 3 થી 4 સરગવાની શીંગ
  2. 2 ચમચા બેસન
  3. 2 -3 કાપેલા લીલા મરચા
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1 ચમચીઅજમો
  6. ૧ નાની ચમચીરાઈ
  7. 1 વાટકો ખાટી છાશ
  8. 1 ચમચીગોળ કે ખાંડ
  9. 1/2 ચમચીનાની ગરમ મસાલો
  10. 3ચમચા દહીં
  11. 2વઘાર ના મરચા
  12. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  13. 3 ચમચા તેલ
  14. ૧ નાની ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગો ને ધોઈને કાપી લો. ત્યારબાદ તેને કૂકરમાં બે થી ત્રણ સીટી વગાડી લો.

  2. 2

    શીંગ બફાઈ ગયા બાદ તેમાં દહીં અને છાશ એડ કરી લો. અને મિક્સ કરી લો.

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અજમો હિંગ વઘારના મરચાં અને કાપેલા લીલા મરચા એડ કરો.ત્યાર બાદ તેમાં બેસન એડ કરો.

  4. 4

    હવે બેસનના બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકાવા દો. ત્યારબાદ આપણે તૈયાર કરેલો સરગવાની સિંગો અને દહીં વાળું મિશ્રણ એડ કરો.

  5. 5

    હવે તેમાં ગરમ મસાલો,ગોળ કે ખાંડ, લાલ મરચું પાઉડર મીઠું બધું એડ કરી લો. ધીમી આંચ પર ઉકળવા દો. ઉઠી ગયા બાદ તેમાં કોથમીર એડ કરો અને ગરમા ગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર

Similar Recipes