કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#CT
કચ્છ માં આવો એટલે મિષ્ટાન માં આ કચ્છી સાટા યાદ આવે, આ ઉપરાંત કચ્છ માં ગુલાબપાક, અડદિયા જેવા મિષ્ટાન પણ ભુલાય નઈ હો.. ભુજ માં ફરસાણી દુનિયા અને ખાવડા જેવી પ્રસિદ્ધ દુકાન ના સાટા વખણાય છે.. આજે મેં પણ પહેલીવાર બનાવા ની ટ્રાય કરી છે..🥰🙏

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. 1 1/4 કપમેંદો
  2. 2 ટે.ચમચીરવો
  3. 4 ટે.ચમચીઘી નું મોણ
  4. 5 ટે.ચમચીદૂધ
  5. તળવા માટે ઘી
  6. 1 ટી .ચમચીડ્રાયફ્રુટ
  7. 1 ચમચીગુલાબજળ
  8. ગુલાબ ની પાંખડી
  9. 1/4 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સવા કપ મેંદા ને ચાળી ને તેમાં 4tbsp ઘી નું મોણ, મુઠી પડે તેવું અને 1/4 ચમચી બેકિંગ પાઉડર અથવા બેકિંગ સોડા બન્ને માંથી કોઈ પણ ચાલે.. એ નાખી બરાબર મિક્સ કરી side પર બાંધ્યા વગર જ લોટ 10 મિનિટ માટે રાખી દેવાનો.

  2. 2

    બીજી બાજુ 2tbsp રવા માં 3 ટેબલ સ્પૂન દૂધ નાખી 10 મી રેસ્ટ આપવાનો. ત્યારબાદ તેને મેંદા ના મિશ્રણ માં ઉમેરી 2 ટેબલ સ્પૂન દૂધ વડે બાકીનો લોટ કઠણ બાંધી લઇ તેને ફરી 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો.

  3. 3
  4. 4

    પછી લોટ ફરી મસળી તેની મોટી થીક રોટલી વણી વાટકી થી ગોળ ઉઠાથી ને કાંટા વડે દબાવી લેવું જ થી બહુ ઊપસે નઈ તળતી વખતે.

  5. 5

    ઘી મધ્યમ ગરમ થાય ત્યારે ધીરા તાપે brown તળી લેવું અને ઠંડી કરવા રાખી દેવું રૂમ temprature પર જ.

  6. 6

    બીજી બાજુ ખાંડ 2 કપ અને પાણી 1 કપ લઇ તેની દોઢ તાર જેવી ચાસણી બનાવી ને થોડી વાર ઠારવા દેવાની.

  7. 7

    તેમાં 1tsp ગુલાબજળ નાખી તેમાં તળેલા સાટા નાખવા અને 15 મિનિટ ચાસણી માં જ રેવા દેવું.

  8. 8

    સાટા ને એક ઘી થી ગ્રીઝ કરેલી થાળી પર ચાસણી માંથી કાઢી ને થાળી પર રાખવાનું. ત્યારે જ ગુલાબ ની પાંખડી તથા ડ્રાયફ્રુટ થી સજાવું. બાકી વધેલી જાડી થયેલી ચાસણી ફરી સાટા પર રેડવાનું.. આમ 2 થી 3 વાર કરવા થી ખાંડ નું સરસ પડ થઇ જશે.એકદમ ઠરી જાય પછી તમે ખાવા ના ઉપયોગ માં લઇ શકો છો. તો તૈયાર છે કચ્છ ની સ્પેશિયાલિટી.. પાનડીવાળા સાટા.🙏

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes