સાટા(Sata Recipe in Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#કૂકબુક
# પોસ્ટ-૨
મેં અહીંયા ગળયા સાટા બનાવ્યા છે . દિવાળીમાં આપણે એનો સ્વીટમાં ઉપયોગ કરીએ છીએ જે ઘરે બનાવેલા ચોખા અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે.

સાટા(Sata Recipe in Gujarati)

#કૂકબુક
# પોસ્ટ-૨
મેં અહીંયા ગળયા સાટા બનાવ્યા છે . દિવાળીમાં આપણે એનો સ્વીટમાં ઉપયોગ કરીએ છીએ જે ઘરે બનાવેલા ચોખા અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપમેંદો
  2. 4 ટેબલ સ્પૂનઘી
  3. 1 ચપટીસોડા
  4. 1 કપપાણી
  5. 1 કપખાંડ
  6. તળવા માટે ઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે મેંદો લઈશું અને તેમાં ઘી નાખી દઈશું અને તેમાં ચપટી સોડા ઉમેરી દેશો અને તેનો લોટ બાંધી દઈશું બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ આપણે બાંધવાનો છે તેમાં એક સાથે પાણી ઉમેરવાનું નથી ધીરે ધીરે કરીને થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવા નો છે

  2. 2

    પછી આપણે તેને વ્યવસ્થિત મસળીને હાથથી જ તેના થોડા મીડિયમ સાઇઝના લુઆ બનાવી દઈશું અને હાથથી જ થોડું વ્યવસ્થિત શેપ આપી દઈશું. પછી આપણે તેને તેલમાં તળી લેશું ધીમા તાપે તળવા ના છે. તેને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લેશું

  3. 3

    હવે એક બાજુના પેનમાં આપણે એક કપ ખાંડ અને પાણી લઇ અને તેની ચાસણી બનાવી શું ચાસણી એક તાર વાળી બનાવવાની છે એને આપણે ચેક કરી લેશો. ચાસણી રેડી થાય પછી તેમાં તળેલા સાટા એડ કરી દેશો અને તેને વ્યવસ્થિત પલાળી દઈશું પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી અને ઉપરથી પણ થોડી ચાસણી રેડી દઈશું

  4. 4

    હવે આપણે એને ઠંડા થાય ત્યાં સુધી રહેવા દે શું ત્યાં સુધી અડવાનું નથી એ એકદમ ઠંડા થઈ જાય પછી તેને વ્યવસ્થિત રીતે કાઢી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes