ઉમ-અલી (Umm Ali Recipe In Gujarati)

Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028

#CT
#ઉમ-અલી

આ એક પ્રખ્યાત અરબ દેશની ટ્રેડિશનલ મીઠાઈ છે. આ વાનગી અરબી લોકો દરેક પ્રસંગમાં બનાવે છે અને લોકોને ખૂબ જ ભાવે છે. આશા કરું છું તમને પણ આ નવી વાનગી ભાવશે. તો જરૂરથી બનાવજો.

ઉમ-અલી (Umm Ali Recipe In Gujarati)

#CT
#ઉમ-અલી

આ એક પ્રખ્યાત અરબ દેશની ટ્રેડિશનલ મીઠાઈ છે. આ વાનગી અરબી લોકો દરેક પ્રસંગમાં બનાવે છે અને લોકોને ખૂબ જ ભાવે છે. આશા કરું છું તમને પણ આ નવી વાનગી ભાવશે. તો જરૂરથી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ થી સાત લોકો
  1. ૨૫૦ ગ્રામ બટર ખારી
  2. ૨ કપદૂધ
  3. 1/4 કપ ખાંડ
  4. જરૂર મુજબ કાજુ પિસ્તા બદામની કતરણ
  5. જરૂર મુજબ ઇલાયચી પાઉડર
  6. 2 -3 ચમચી ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1
  2. 2

    સૌપ્રથમ, દૂધને પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળવું અને સરખું ઘટ્ટ થઈ જાય ત્યાર પછી તેમાં ખાંડ, ઈલાયચી પાઉડર અને કાજુ બદામની કતરણ નાખવી.

  3. 3

    બીજી બાજુ, એક કાંચ ની ટ્રે લઇ, તેમાં ખારી ને એકદમ પતલી સુધારી ને ગોઠવવી. ખારી ને બની શકે તેટલું પતલુ રાખવું, જેનાથી ખાવામાં સોફ્ટ રહેશે.

  4. 4

    હવે ખારી ગોઠવાઈ જાય પછી તેમાં ઉકાળેલું દૂધ ધીરેથી નાખવું. ધ્યાન રાખવું કે દૂધનું પ્રમાણ બહુ અધિક કે ઓછું ના રહેવું જોઈએ. ખારી ડુબે એટલું જ દૂધ નાખવું.

  5. 5

    ખારી જ્યારે દૂધમાં સરખી રીતે પલડી જાયે પછી એના ઉપર એક પતલુ લેયર ફ્રેશ ક્રીમ નું કરવું અને પછી તેના ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખવી.

  6. 6

    હવે ટ્રે ને ઢાંકીને ફ્રીજમાં પંદરથી વીસ મિનિટ મૂકી દેવી.

  7. 7

    તૈયાર છે આપણી અરબ દેશની ટ્રેડિશનલ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes