આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ માટે
  1. ૨ વાટકા લોટ
  2. ૨ મોટા ચમચાતેલ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ગ્લાસ પાણી
  5. સ્ટફિંગ માટે
  6. ૫૦૦ ગ્રામ બટાકા
  7. ૨ મોટા ચમચાતેલ
  8. ૧ (૧/૨ ચમચી)આદું મરચાં ની પેસ્ટ
  9. ૧/૨ગરમ મસાલો
  10. ૧/૨ ચમચીજીરુ
  11. ૧ ચમચીમીઠું
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૨ ચમચીલીંબુનો રસ
  14. મીઠો લીમડો
  15. હીંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા બટાકા ને મીઠું નાખીને બાફી લો.પછી ઢરી જાય એટલે છાલ ઉતારી લેવી ને તેને ખમણી ને માવો તૈયાર કરી લો.

  2. 2

    હવે લોટ બાધી લેવો. તો તેની માટે એક વાસણ મા લોટ લેવો એમાં તેલ ને મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરતાં ઉમેરતાં લોટ તૈયાર કરી લો.

  3. 3

    પછી તેને થોડી વાર ઢાંકી દેવું. ત્યાં સુધી સ્ટફિંગ રેડી કરી લેવુ. તો પેન માં તેલ ગરમ મુકો. પછી એમાં જીરુ, હીંગ ને આદું મરચાં ની પેસ્ટ ઉમેરો.

  4. 4

    હવે મીઠો લીમડો ને હળદર ઉમેરો. પછી માવો ઉમેરી ને તેમા મીઠું, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    હવે સ્ટવ પર થી ઉતારી ને લીબું નો રસ ઉમેરી હલાવી લો.

  6. 6

    હવે લોટ મા જરાક તેલ નાખી તેને કુણવી લો. પછી નાનુ લેવુ લેવુ તેને પૂરી જેટલુ વણી લો. હવે સ્ટફિંગ વચ્ચે મુકી તેનુ ફરી થી લેવુ બનાવી લેવુ.

  7. 7

    પછી ફરી થી વણી લેવુ. પછી લોઢી ગરમ કરવી ને તેમા પરોઠા ને બન્ને બાજુ શેકો. હવે તેલ લગાવી ને ફરી થી શેકાવા દો.

  8. 8

    હવે ગરમાગરમ સર્વ કરો. તેને સોસ, લીલી ચટણી, ચા, દૂધ, કે દહીં બધા ની સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes