ખમણ ઢોકળા (Khaman Dhokla recipe in Gujarati)

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944
શેર કરો

ઘટકો

પાંચ વ્યક્તિ
  1. 400 ગ્રામકણકી
  2. 200 ગ્રામચણાની દાળ
  3. 4 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. મીઠો સ્વાદ મુજબ
  5. 2 ચમચીએનો અથવા ખાવાનો સોડા
  6. 200 ગ્રામતેલ
  7. 4-5 ચમચીખાંડ
  8. 2-3 ચમચીદહીં
  9. વઘાર માટે રાઈ અને સમારેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કણકી અને ચણાની દાળને પાંચ-છ કલાક માટે પલાણી
    તેને મિક્સરમાં પીસી લો
    બે-ત્રણ કલાક માટે પલળવા દો

  2. 2

    ખીરામાં દહીં આદું મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરી હલાવી લો
    એક તપેલામાં પાણી ગરમ મૂકો
    તેમાં મારો મૂકો
    તેના પર તેલ ચોપડીને એક મોટી થાળી ગરમ થવા મૂકો.

  3. 3

    એક પહોળા વાસણમાં 1/2વાટકી પાણી 1/2વાટકી તેલ એક ચમચી ખાંડ ભેગુ કરી તેને ફીણો.
    ખાંડ ઓગળે એટલે તેમાં 1/2 ચમચી ખાવાનો સોડા કે ઈનો ઉમેરી ખૂબ ફીણો.
    તેમાં થાળીમાં સમાય એટલું ખીરુ ઉમેરી ખુબ હલાવો
    તેને ગરમ કરવા મૂકેલી થાળીમાં પાથરી દો.

  4. 4

    તપેલાને હવા બહાર ન નીકળી જાય તે રીતે ફીટ ઢાંકીને મધ્યમ આંચ પર પંદર વીસ મિનિટ રહેવા દો.
    ઢોકળા બરાબર બફાયા છે કે નહીં તે ચપ્પાની અણીએ ખોસીને ચેક કરી લો.
    બરાબર બફાઈ જાય એટલે થાળીને બહાર કાઢી લો.
    તેના પર કાપા પાડી લો.

  5. 5

    કડાઈમાં થોડું તેલ ગરમ કરો
    તેમાં રાઈ અને લીલા મરચાં ઉમેરો ્
    આ વધાર ને ખમણ ઢોકળા પર રેડો.
    તેના પર લીલા ધાણા ભભરાવી ને ગાર્નિશ કરો.
    આ ખમણ ઢોકળા અને દહીંની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944
પર

ટિપ્પણીઓ

Similar Recipes