લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#AM3
#cookpadindia
આ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ નાના બટાકા
  2. ૧/૨ કપસમારેલું લીલું લસણ
  3. ૧/૨ કપલસણ ની ચટણી
  4. ૧/૨ કપનાળિયેર નું ખમણ
  5. ૧/૨ કપશીંગદાણા નો ભૂકો
  6. ૫ ચમચીતેલ
  7. ૧/૨ ચમચીતજ લવિંગ નો ભૂકો
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૨ ચમચીમરચું પાઉડર
  10. ૨ ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૨ નંગ સૂકા મરચાં
  13. ૧ નંગ તમાલ પત્ર
  14. ૧ ચમચી રાઈ જીરૂ
  15. ૧ ચમચી દળેલી ખાંડ
  16. ૧ ચમચી તલ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. કોથમીર
  19. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા માં મીઠું નાખી બાફી લો.ત્યારબાદ ઠરે એટલે છાલ ઉતારી લો.

  2. 2

    ત્યારબાદ લીલું લસણ સમારી લો.અને લસણ ની ચટણી બનાવી અને એક ચમચી પાણી એડ કરી પેસ્ટ બનાવી લો.કોથમીર પણ સમારી લૉ.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થાય એટલે સૂકા મરચા, રાઈ જીરૂ,હિંગ, તલ એડ કરી દો.ત્યારબાદ તજ લવિંગ નો ભૂકો એડ કરી તરતજ લસણની ચટણી અને લીલું લસણ એડ કરી દો.

  4. 4

    આ બધું સરસ હલાવી મિક્સ કરી લો.ત્યારબાદ બટાકા એડ કરી દો અને તેમાં બધા મસાલા એડ કરી દો.

  5. 5

    આ બધું હલાવી સરસ મિક્સ કરી ધીમી આંચ પર ૫-૭ મિનિટ રેહવા દો. ત્યારબાદ શીંગદાણા નો ભૂકો અને ગરમ મસાલો એડ કરી હલાવી લૉ.ત્યારબાદ ગેસ બંધ કરી દો.અને ઉપર નાળિયેર નુ ખમણ અને કોથમીર છાંટી દો.

  6. 6

    આ લસણિયા બટાકા ત્યાર છે. આ લસણિયા બટાકા નું શાક સ્વાદિષ્ટ બને છે. બપોર ના જમણ માં આ શાક બધા ને પસંદ પડે છે.રોટલી સાથે આ શાક હોઈ ને સાથે કેરી નો રસ એટલે જમવા ની મોજ આવી જાય.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes