શામ સવેરા કોફતા (Shaam Savera Kofta Recipe in Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#AM3
આ રેસીપી ના ફોટો મારી પાસે નથી પણ મે સ્ટેપ બાય સ્ટેપ તેને સરળ રીતે સમજી શકાય તેમ રીત લખવાનો પ્રયાસ કર્યો છે
આ પાલક ના કોફતા વાળી એક હેલ્ઘી રેસીપી છે જે એક ટાઇમ પર બહુ પ્રખ્યાત રહી હતી જેને રોટી,પરોઠા કે નાન સાથે જ નહી પણ રાઈસ સાથે પણ સર્વ કરી શકાય છે.

શામ સવેરા કોફતા (Shaam Savera Kofta Recipe in Gujarati)

#AM3
આ રેસીપી ના ફોટો મારી પાસે નથી પણ મે સ્ટેપ બાય સ્ટેપ તેને સરળ રીતે સમજી શકાય તેમ રીત લખવાનો પ્રયાસ કર્યો છે
આ પાલક ના કોફતા વાળી એક હેલ્ઘી રેસીપી છે જે એક ટાઇમ પર બહુ પ્રખ્યાત રહી હતી જેને રોટી,પરોઠા કે નાન સાથે જ નહી પણ રાઈસ સાથે પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મીનીટ
4 લોકો માટે
  1. કોફતા માટે:
  2. 850 ગ્રામપાલક
  3. 200 ગ્રામપનીર
  4. 4 ચમચીચણા નો લોટ
  5. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. મીઠું જરુર મુજબ
  7. ગ્રેવી માટે:
  8. 4ટામેટાં
  9. 4ડુંગળી
  10. 7-8કળી લસણ
  11. નાનો ટુકડો આદું
  12. 3 ચમચીમગજતરી ના બી
  13. 3 ચમચીઆખા લીલી ધાણી
  14. 2મોટી ઈલાયચી
  15. 8-10મરી
  16. 1જાવંત્રી નુ ફુલ
  17. 1તજ
  18. 2બાદીયા
  19. 4-5 ચમચીફ્રેશ ક્રીમ
  20. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  21. 1/2 ચમચીહળદર
  22. 2 ચમચીધાણા જીરુ
  23. મીઠું જરુર મુજબ
  24. 1 ચમચીગરમ મસાલો
  25. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

50 મીનીટ
  1. 1

    કોફ્તા ની રેસીપી:
    સૌ પ્રથમ પાલક ને ધોઈ ને સમારી લો પછી તેને બ્લાંચ કરી લો,તેમાં થી બધું પાણી કાઢી લો, પાલક ને નીચોવીને પણ તેમાથી પાણી કાઢી લો પછી તેને મીક્ચર મા પીસી લો તેમા પાણી ઉમેરવુ નહી

  2. 2

    એક પેન માં 2 ચમચી તેલ લો તેમાં આદું- મરચાં ની પેસ્ટ ઉમેરો તેમાં 4 ચમચી ચણા નો લોટ ઉમેરો અને થોડુક જરુર મુજબ મીઠું ઉમેરો અને ચણા ના લોટ ને શેકો સતત હલાવતા રહો તેની સ્મેલ આવવા લાગે ત્યારે તેમાં પીસેલો પાલક ઉમેરો અને હલાવો બરાબર મિક્સ કરી લો હવે આ સ્ટેજ પર ગેસ થોડો સ્લો કરી લો અને સતત હલાવતા રહો જયારે મિશ્રણ પેન છોડવા લાગે અને એક લોયા જેવુ બનવા લાગે ત્યારે તે નીચે ઉતારી લેવું પછી તેને ઠંડુ થવા દો

  3. 3

    એક પ્લેટ માં પનીર લો તેને ખમણી લો, તેમાં સહેજ મીઠું ઉમેરો પછી તેના નાના નાના બોલ્સ બનાયી સાઈડ પર મુકવા

  4. 4

    હવે જે આપણે પાલક નુ મિશ્રણ બનાવેલુ તેના નાના લુઆ બનાવી તેને આપણે વડા થેપતા હોય એમ થેપી નાના વડા જેવુ બનાવી તેમા વચ્ચે તૈયાર કરેલા પનીર ના બોલ્સ મુકી તેને કવર કરી લો અને હળવા હાથે બોલ્સ બનાવી લો હવે આ બોલ્સ ને ડીપ ફ્રાય કે અપ્પમ પેન માં ફ્રાય કરી કોફતા રેડી કરી લેવા

  5. 5

    ગ્રેવી બનાવવા ની રીત:
    એક પેન માં 2 ચમચી તેલ લો તેમ 2 ડુંગળી,2 ટામેટા મોટા મોટા સમારીને ઉમેરો તેમા મગજતરી ના બી, આખી લીલી ધાણી,1 તજ,મરી,લસણ, બાદીયા, જાવંત્રી નુ ફુલ,સહેજ મીઠું ઉમેરો અને તેને શેકાવા દો,ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય અને ટામેટાં પણ ગળી જાય ત્યાં સુધી શેકવુ.પછી ગેસ બંધ કરી ને ઠંડુ પડે ત્યારે મિક્સર માં તેની ગ્રેવી બનાયી લેવી અને ગાળી લેવી એટલે સ્મુધ ગ્રેવી બનશે

  6. 6

    પછી પેન મા 3 ચમચી તેલ ઉમેરો તેમા તમાલ પત્ર અને આખા લાલ મરચા ઉમેરો પછી તેમા ગ્રેવી ઉમેરી તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચુ, સહેજ હળદર, 1 ચમચી ધાણાજીરુ, મીઠું જરુર મૂજબ ઉમેરી બરાબર મિક્સ કરી લો, તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી જરુર લાગે તો થોડુ પાણી ઉમેરો અને 5 મીનીટ ચડવા દો, ગેસ બંધ કરી, ગ્રેવી માં તૈયાર કરેલા કોફ્તા ને વચ્ચે થી કટ કરી ને તેમાં ઉમેરો અને ફ્રેશ ક્રીમ થી ગારનીશ કરી સર્વ કરો..કોફતા સર્વ કરવા ના ટાઇમે જ ગ્રેવી માં ઉમેરવા,આ ખાસ ધ્યાન રાખવું..આ સબ્જી ને તમે રાઈસ, કે રોટી,નાન,પરોઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes