વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની.

વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)

મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૮ લોકો
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧૫૦ ગ્રામ દળેલીખાંડ
  3. ૩ ટે સ્પૂનમિલ્ક પાઉડર
  4. ૧ કપમોળુ દહીં
  5. ૧ કપદુધ
  6. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  7. ચપટીમીઠું
  8. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનબેકીંગ સોડા
  10. ૩ ટે સ્પૂનબટર
  11. ચોકલેટ ગનાચ
  12. ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  13. ૫૦ ગ્રામ બટર
  14. ૫૦ ગ્રામ દળેલીખાંડ
  15. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  16. ૨૦૦ મિલિ વ્હીપ ક્રીમ
  17. ગાર્નિશિંગ માટે
  18. ૧૦૦ મિલિ વ્હીપ ક્રીમ
  19. ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  20. ૫ નંગચેરી
  21. ૫૦ ગ્રામ વ્હાઇટ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. મોલ્ડ ને ગ્રીસ કરો. મોટા લોયા મા મીઠું અને કાંઠો મુકી ઢાંકણ ઢાંકી ધીમે તાપે ગરમ કરવા મુકો.

  2. 2

    એક લોયા મા દહીં, બટર, ખાંડ મિક્સ કરી દો. પછી તેમા લોટ, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે દુધ, વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી દો. પછી સાડા, બેકીંગ પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરી દો. કટ એન્ડ ફોલ્ડ મેથડ થી મિક્સ કરી રીબીન જેવુ મિક્સ કરી મોલ્ડ મા નાખી બે વાર ટેપ કરો.

  4. 4

    હવે લોયા મા ઢાંકણ ઢાંકી બેક કરવા મુકો. ૩૦ મિનિટ સુધી ધીમે તાપે બેક કરો.

  5. 5

    હવે ટુથપીક ચેક કરો જો ચોંટે તો ફરી ૧૦ મિનિટ સુધી બેક કરો. હવે રેડી છે કેક તેને ઢાંકી રાખવુ ૨ મિનિટ સુધી. પછી ઠરી જાય પછી અનમોલ્ડ કરો. હવે ચોકલેટ ગેનેચ માટે એક બાઉલમાં બધી વસ્તુઓ નાખી ગરમ કરો.

  6. 6

    ધીમે તાપે મિક્સ થાય એટલે ગેસ બંધ કરી ઠરવા મુકો. પછી ૨૦ મિનિટ સુધી ફ્રીજર મા મુકો. હવે ગાર્નિશિંગ માટે વ્હાઇટ, ડાર્ક ચોકલેટ ને ઓવન મા ૩૦ સેકન્ડ મેલ્ટ કરી દો.

  7. 7

    પછી પ્લાસ્ટિક પર વ્હાઇટ ચોકલેટ કોન થી ડીઝાઇન કરો. પછી ડાર્ક ચોકલેટ પાથરી દો.

  8. 8

    હવે છરી થી પાથરી દો એકસરખું. હવે ૫ મિનિટ ફ્રીજર મા મુકો. હવે કેક ઠરી જાય પછી છરી થી કેક ના ત્રણ ભાગ કરો. પછી ફ્રીજર માથી ચોકલેટ ગનાચ કાઢી એક ભાગ પર લગાવી દો.

  9. 9

    બધા ભાગ પર લગાવી ફ્રીજમાં ૧૦ મિનિટ સુધી રાખો. હવે ગાર્નિશિંગ ચોકલેટ ને ફ્રીજર માથી કાઢી તેના ત્રિકોણ શેઈપ કટ કરો.

  10. 10

    હવે ગાર્નિશિંગ માટે વ્હીપ ક્રીમ ને ૫ મિનિટ બીટર થી બીટ કરી દો.

  11. 11

    હવે કેક પર લગાવી દો. પછી ગાર્નિશિંગ ત્રિકોણ શેઈપ, ચેરી અને ચોકલેટ ના ટુકડા પાથરી ગાર્નિશિંગ કરો. રેડી છે ડીલીશ્યસ અને હેલ્ધી ચોકલેટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes