પરવલ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)

Dipika Ketan Mistri
Dipika Ketan Mistri @dipika1226
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪લોકો
  1. ૫૦૦ ગ્રામ પરવળ
  2. મિડિયમ બટાકા
  3. ૪ ચમચીતેલ વઘાર માટે
  4. ૧/૪ ચમચીરાઈ
  5. ૧/૪ ચમચીજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. 1 ચમચીમરચું
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ગાર્નીશિંગ માટે ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પરવળ અને બટાકાને લઈ સારી રીતે ધોઈ લો. પછીપરવર અને બટાકાને છોલી લો.

  2. 2

    પછી પરવળ અને બટાકાને સરસ એકધારા સમારી લો.

  3. 3

    પછી એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરાનો વઘાર કરો.

  4. 4

    રાઈ અને જીરૂ બરાબર તતડી જાય એટલે એમાં પરવળ બટાકા નાખો. પછી તેમાં મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી થવા દો.

  5. 5

    હવે પરવળ અને બટાકા અધકચરા ચઢી જાય એટલે તેમાં હળદર મરચું અને ધાણાજીરું નાખો. હવે બધા મસાલા મિક્સ કરી પાછું થોડીક વાર માટે ઢાંકણ ઢાંકી દો.

  6. 6

    પાંચ મિનિટ પછી શાક ચડી ગયું હોય તે ચેક કરી લો.અને ગેસ બંધ કરી લો.

  7. 7

    પછી તેના ઉપર ધાણા નાખી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Ketan Mistri
પર

ટિપ્પણીઓ

Similar Recipes