પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગ માં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે અહીં ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલ આલૂ પરાઠા બનાવ્યા છે. જે હું મારા પંજાબી ફ્રેન્ડ પાસેથી શીખી છું.
પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગ માં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે અહીં ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલ આલૂ પરાઠા બનાવ્યા છે. જે હું મારા પંજાબી ફ્રેન્ડ પાસેથી શીખી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઇને વરાળથી બાફી લો.
- 2
ઘઉંના લોટમાં મીઠું, અજમો, કોથમીર, તેલ નાખી પરાઠાનો લોટ બાંધી લો.
- 3
બટાકાને છીણીને કે સ્મેશ કરીને કણી ના રહે તેવો માવો કરી લો. તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર,હળદર, કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
એક કઢાઇમાં તેલ ગરમ કરી જીરુ તતળાવો. તેમાં લસણ-આદું-મરચાની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં ડુંગળી નાખી થોડી વાર સાંતળો.
- 5
ચપટી હળદર, લાલ મરચું, અને કસુરી મેથી નાખી હલાવી લો. ગેસ બંધ કરી આ મિશ્રણને બટાકા ના મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઉપરથી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. સ્ટફીંગ તૈયાર છે.
- 6
થોડો લોટ લઇ લુઓ બનાવી રોટલી વણો. તેમાં વચ્ચે ૨-૩ ચમચી જેટલું સ્ટફીંગ મૂકી પોટલી વાળી લો. તેને દબાવી ફરી વણી લો.
- 7
ગરમ તવી પર સીધું મૂકી ૧ મિનિટ પડ ચડવા દો. પછી ઊલ્ટાવીને બીજી બાજુ ચડવી લો. પછી ૧ ચમચી જેટલું ઘી કે બટર મૂકી પરાઠાને બન્ને બાજુ સાંતળી લો. સંતળાય ને પરાઠા સરસ ફૂલશે.
- 8
બધા પરાઠા આ રીતે બનાવી સર્વ કરો.
Similar Recipes
-
પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palakમે @palak_sheth ની રેસીપી જોઈને બનાવ્યાં. Deepika Jagetiya -
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad #WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak#weekendશનિ-રવિ હોય એટલે આપણને કંઈક નવું નવું બનાવવાનું મન થાય આજે મેં પંજાબી આલુ પરાઠા બનાવ્યા છે જે પલક શેઠ ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે Kalpana Mavani -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak પરાઠા એ ઉત્તર ભારત માં બહું પ્રચલિત છે અને તેમાંય આલુ પરાઠા તો દરેક ઢાબા માં બનતા જ હોય છે તેમ પણ બટાકા નું સ્ટફિંગ અલગ અલગ રીતે થાય છે.હું પણ અલગ અલગ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું.ઘઉં ના ઝીણા લોટ સાથે હું કકરો લોટ પણ વાપરું ચુ અને પરાઠા ને ઘી થી શેકુ છું જેથી તેનું પડ ક્રિસ્પી બને છે. Alpa Pandya -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
સ્ટફ્ડ પરાઠા રેસીપીસ#WPR#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR3Week 3#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
-
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે. Sonal Shah -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#RC2એકદમ સ્વાદિષ્ટ અને પ્રોટીનપેક પરાઠા કહી શકાય...જેને બનાવવા માટે સફેદ તેવા પનીરનો ઉપયોગ કર્યો છે.નાના બાળકો માટે ખૂબ હેલ્ધી અને સાથે નાના-મોટા બધાને પસંદ આવે તેવા છે. ઘરના તાજા પનીરમાંથી બનાવીએ તો વધારે સોફ્ટ ટેસ્ટી બને છે. જો પનીર રેડી હોય તો બહુ જ જલ્દીથી બની જાય છે...કંજૂસાઇ કર્યા વગર પનીરનું સ્ટફીંગ ભરપૂર ભરેલું હોય તો પરાઠાનો સ્વાદ મોંમાં રહી જાય છે. Palak Sheth -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
લીલવાના પરાઠા(Lilva paratha recipe in Gujarati)
#GA4#Week13#tuverમને બને ત્યાં સુધી કોઈપણ વાનગી ઓછા તેલ સાથે બને એ ગમે અને ભાવે પણ...તો લીલવા ની કચોરીની જગ્યાએ થોડાક હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.આ પરાઠા ખાંડ-લીંબુ સાથે ખાટા-મીઠા પણ બને પણ મારા ફેમિલી માં તીખી વાનગીમાં મીઠાશ બહુ પસંદ નથી તો મેં નથી લીધી... Palak Sheth -
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
#GA4#Week1#Paratha#પોસ્ટ2પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.Golden Apron 4 ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે. Shreya Jaimin Desai -
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
-
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#બુધવાર#Superchef#ફટાફટ#cookpadindiaઘણી વાર આપણ ને સમય ઓછો હોવાથી રસોઈ ઝડપ થી બનાવવી પડે છે.મે પણ આજે ઝડપ થી બની જાય એવાં પનીર પરઠા બનાવ્યાં છે. Komal Khatwani -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
પંજાબી લચ્છા પરોઠા (Punjabi Lachcha Paratha Recipe In Gujarati)
ટેસ્ટી અને મસાલેદાર પંજાબી લચ્છા પરોઠા અને લસ્સી, એક બહુજ હેલ્થી બ્રેકફાસ્ટ છે. Bina Samir Telivala -
પંજાબી પરાઠા (Punjabi Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા, મિક્સ વેજીટેબલ પરાઠા જેવા સ્ટફિંગ વાળા પરાઠા બધા બનાવતા જ હોય છે. પરંતુ એના માટે તમારે થોડો ટાઈમ વધુ જોઈએ છે. આજે હું એવી રેસિપી લઇ ને આવી છું કે જે ખૂબ જ ઓછા ટાઈમ માં બની જાય છે જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને તમારા માટે આટલાં જ પૌષ્ટિક હોય છે. Vidhi V Popat -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
આલુ પરાઠા..🔥😍😋 (Aluu ParothaRecipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલ આલૂ પરાઠા એક લોકપ્રિય પંજાબી રેસીપી છે. તેમાં બાફેલા બટાકા માં સ્પાઇસીસ એડ કરી ને પરાઠા સ્ટફ કરવાના હોય છે.. આ રેસિપી ખૂબ જ સરળ છે.. મોનસુન માં આવી ચટાકેદાર વાનગી જમવાની મજા જ કંઈક અલગ છે.. 💝 Foram Vyas -
મિક્સ દાળ પરાઠા (Mix daal Paratha Recipe in Gujarati)
#AM4#પરાઠા#મિક્સ દાળ પરાઠા (Mix Daal Paratha) ઉનાળામાં શાકભાજી ફ્રેશ ના મળે ત્યારે આ પ્રકરણની અલગ અલગ દાળ નો ઉપયોગ કરી આપણે પરાઠા બનાવી શકીએ છે. જે બધા પ્રકાર ની દાળમાં કુદરતી પોષ્ક તત્વો થી ભરપુર માત્રામાં આવેલ છે. આપણા શરીરને સ્વસ્થ રાખે છે. Vaishali Thaker -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
આલૂ મટર પટ્ટી સમોસા (Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7#pattisamosaમારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે. આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે. Palak Sheth -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
આલૂ પરાઠા
#બ્રેકફાસ્ટઆલૂ પરાઠા એટલે એવો નાસ્તો જે હરકોઈ પસંદ કરે અને બાળકો ને તો પ્રિય. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (29)