સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનબટર
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. ૧ ટેબલ સ્પૂનજીરું
  4. ૧ ટીસ્પૂનધાણા પાઉડર
  5. ૧ ટીસ્પૂનરેડ ચીલી પાઉડર
  6. ૧ ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  7. ૧ ટીસ્પૂનકાશ્મીરી રેડ ચીલી પાઉડર
  8. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  9. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  10. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  11. ફ્રેશ ધાણા ઉપર થી નાખવા મટે
  12. મોટા બટાકા બોઇલ ને મેસ કરેલા
  13. સિમલા મરચું નાની કાપેલું
  14. 1/2 કપ વટાણા
  15. ડુંગળી ચોપ કરેલી
  16. ટામેટું ચોપ કરેલું
  17. ૧/૨ કપફલાવર બોયલ કરેલ
  18. ૧ ટીસ્પૂનલસણ નાનું કાપેલું
  19. ૧ ટીસ્પૂનમિર્ચી
  20. ૧ ટીસ્પૂનઆદુ નાનું કાપેલું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લઈ તેમાં બટર અને તેલ નાખી ગરમ કરવું.

  2. 2

    હવે ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું નો વઘાર કરવો અને તેમાં આદુ મરચા અને લસણ નાખી ને બરાબર સતડવું.

  3. 3

    હવે તેમાં ડુંગળી અને ટોમેટો નાખીને બરાબર મિક્ષ કરીને ૫ મિનિટ સુધી શેકાવા દેવું.

  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર,કાશ્મીરી પાઉડર, જીરું પાઉડર, બધા મસાલા નાખીને બારબાર મિક્સ કરવું.

  5. 5

    હવે તેમાં બોયલ કરેલ બટાકા અને ફલાવર ને એડ કરવા અને સાથે સિમલા મરચા પણ એડ કરવા.

  6. 6

    હવે બધું બરાબર મિક્સ કરવું અને જરૂર લાગે તો થોડું પાણી એડ કરવું.

  7. 7

    હવે તેમાં પાવભાજી મસાલો નાખવો અને બરાબર મિક્સ કરવું. અને ઉપર થી થોડું બટર નાખવું અને ફરી મિક્સ કરવું.

  8. 8

    હવે રેડી છે પાવભાજી તેને ગરમ ગરમ પાવ સાથે સર્વ કરવું

  9. 9

    પાવભાજી માં તમે તમને ગમતા કોઈ પણ શાક ઉમેરી સકો છો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes