દાબેલી (Dabeli Recipe In Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara

#MA
મારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.
તેમાંની એક એટલે દાબેલી..

દાબેલી (Dabeli Recipe In Gujarati)

#MA
મારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.
તેમાંની એક એટલે દાબેલી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1પેકેટ દાબેલી નાં બન
  2. 6 નંગબટાકા
  3. 100 ગ્રામશેકેલી શીંગ
  4. 2 ચમચીગરમ મસાલો
  5. 2 ચમચીદાબેલી મસાલો
  6. 1 નંગદાડમ
  7. 100 ગ્રામઝીણી સેવ
  8. 2નાની ડુંગળી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ને ભેગી કરો.

  2. 2

    હવે, સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈ માં તેલ મૂકી, તેમાં દાબેલી નો મસાલો અને ગરમ મસાલો નાખી, સ્વાદ મુજબ મીઠું ઉમેરો.હવે તેમાં બાફેલા બટાકા એડ કરો.

  3. 3

    બટાકા ના સ્ટફિંગ ને એ રીતે હલાવો ક જેથી ગઠ્ઠા નાં રહે અને મસાલો તેમાં સારી રીતે ભળી જાય. આ મસાલા ને 3 મિનિટ સુધી ગેસ પર રાખો અને ઉપર થી મસાલા શીંગ અને દાડમ ઉમેરો.

  4. 4

    હવે, દાબેલી બનવાવા માટે બન ને વચ્ચે થી કાપી ને એક સાઈડ પર ગ્રીન ચટણી અને બીજી સાઈડ પર લાલ ચટણી લગાવો અને પછી વચ્ચે સ્ટફિંગ મૂકી તેમાં જ સમારેલી ડુંગળી પાથરી તવી પર શેકવા મૂકો.બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા દેવુ.

  5. 5

    તૈયાર થયેલી દાબેલી ને ઝીણી સેવ ધાર પર લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

Similar Recipes