લાપસી (lapsi recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#MA
લાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫-૨૦મિનિટ
૨ -૩
  1. ૧ વાટકીઘઉંનો જાડો લોટ
  2. ૩/૪ વાટકી ગોળનું પાણી
  3. 1 ટેબલ સ્પૂનતેલ
  4. 3 ટેબલસ્પૂનઘી
  5. કાજુ બદામ ની કતરણ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના કરકરા લોટને (એકદમ ઝીણો પણ નથી લેવાનો અને બહુ જાડો પણ નથી લેવાનો) 1 ટેબલ સ્પૂન તેલ નાખી અને મિક્સ કરી લો

  2. 2

    એક તપેલીમાં 1/2વાટકી ગોળ અને ગોળ ડૂબે તેટલું પાણી લઈ ગરમ કરી લો તે પાણી ૩/૪ વાટકી જેટલો થવું જોઈએ. એક વાટકી કરતા ઓછું 1/2વાટકી કરતાં વધારે આમાં માપ ચોક્કસ રીતે જળવાઈ રહેવું જોઈએ. તો જ લાપસી સરસ છુટ્ટી બને છે.

  3. 3

    બાદ એક કૂકરમાં પાણી લઇ અને તેમાં કાંઠો મુકવાનો છે. તપેલીમાં ગોળનું પાણી લઈ એમાં 1/2 ચમચી ઘી નાખી અને તેલનું મોણ આપે લો લોટ છુટ્ટો રાખી દેવાનો છે.

  4. 4

    ત્યારબાદ એક કપડું ઢાંકી તેની પર એક પ્લેટ ઢાંકી દેવાની છે અને કુકર નું ઢાંકણ બંધ કરી દેવાનું છે

  5. 5

    ૫-૬ સીટી થાય એટલે બફાઈ ગયેલા લોટ ને બહાર નીકાળી એક કડાઈમાં ૩ ચમચી ઘી મૂકી તેમાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું.

  6. 6

    ઉપર થી એક ચમચી ઘી અને કાજુ બદામની કતરણ થી ગાર્નિશ કરવાનું.

  7. 7

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes