ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#EB
#week1
#cookpad_gu
#cookpadindia

અવકાળ એ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય કેરીનું અથાણું છે જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે અને દક્ષિણમાં આંધ્ર અને તમિલ સમુદાયો દ્વારા તે લોકપ્રિય છે. આ અથાણાના મુખ્ય ઘટકોમાં લીલી કેરી, સરસવની પેસ્ટ, ગરમ તેલ, મરચાં અને અન્ય મસાલા છે.

દક્ષિણ એશિયાઈ અથાણું, જેને આચર (કેટલીકવાર આચાર અથવા આચાર તરીકે જોડણીવાળા), આથનુ અથવા લોંચા કહેવામાં આવે છે, તે એક અથાણું ખોરાક છે, જે વિવિધ ભારતીય શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે, જે દરિયાઈ, સરકો અથવા ખાદ્ય પદાર્થોમાં સચવાય છે. વિવિધ ભારતીય મસાલા સાથે તેલ.

મેં આજે બનાવ્યું છે સૂકા ચણા, મેથી, લસણ અને કેરી નું તૈયાર અથાણાં નાં મસાલા માં મિક્સ કરીને એમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ, કાશ્મીરી લાલ મરચું કલર માટે અને મીઠું એકદમ થોડું લીધું છે કારણકે કેરી, ચણા, મેથી ને પણ હળદર મીઠું માં ૬-૭ કલાક અથાવા (ferment) દીધા છે. ત્યારબાદ ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લીધા છે અને અથાણાં નાં તૈયાર મસાલા માં પણ પૂરતું મીઠું આવતું હોવાથી જરૂરીયાત પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે.

હળદર મીઠું માં ૬-૭ કલાક આથેલા (ferment) ચણા, મેથી અને કાચી કેરી ને બરાબર ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લેવા જેથી લાંબો સમય અથાણું સારું રહેશે. પાણી થોડું પણ રહી ગયું તો અથાણું જલ્દી ખરાબ થવાની શક્યતા હોય છે.

આ અથાણું ને ૭ દિવસ પછી ખાઈ શકાય છે. ત્યાં સુધી બરાબર અથાય જશે અને એમાં બધા સ્વાદ ખૂબ જ સરસ રીતે આવશે. તેલ ગરમ કરી ને ઉમેર્યું હોવાથી અથાણું ૧ વર્ષ સુધી સરસ રહેશે. એને કાચ ની બરણી માં જ સ્ટોર કરવું.

તો જલ્દી થી આ ઉનાળા ની સિઝન માં બનાવો અને આખું વર્ષ માણો આ સરસ મજા નું તીખું અને થોડું ખાટું ચણા, મેથી, લસણ, કેરી નું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ દિવસ
૬ મહિના માટે
  1. ૫૦૦ ગ્રામ કાચી રાજાપુરી કેરી નાં ટુકડા
  2. ૬૫ ગ્રામ સૂકી મેથીના દાણા
  3. ૭૫ ગ્રામ સૂકા ચણા
  4. સૂકું લસણ ની કળી
  5. ૪૦૦ મિલી શીંગ તેલ
  6. ૫૦૦ ગ્રામ અથાણાં નો સુકો તૈયાર મસાલો
  7. ૧૦૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાઉડર
  8. ૨ tbspમીઠું
  9. ૧/૨ કપતેલ વઘાર માટે
  10. ૨-૩ નંગ સૂકા લાલ મરચા
  11. ૨-૩ નંગ લવિંગ
  12. નાના ટુકડા તજ
  13. ૨ tbspહળદર આથવા (ferment) માટે
  14. ૨ tbspમીઠું આથવા (ferment) માટે
  15. ૧ tbspઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨ દિવસ
  1. 1

    સૌ પ્રથમ કાચી રાજાપુરી કેરી નાં ટુકડા કરી લેવા. એમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ૬-૭ કલાક માટે આથવા (ferment) મૂકવું.

  2. 2

    ચણા-મેથી ને ૨-૩ વાર ધોઈ ને ૬-૭ કલાક પલાળવા. પછી પાણી બધું નિતારી ને એમાં હળદર, મીઠું, આમચૂર પાઉડર નાખી ને ૧ કલાક માટે આથવા (ferment) મૂકવું.

  3. 3

    ૬-૭ કલાક પછી કાચી કેરી, ચણા, મેથી બધું હળદર મીઠું માં અથાય ગયા બાદ એમાં છૂટેલું પાણી કાઢી નાખવું. અને કોરા કપડાં પર કાઢી ૭-૮ કલાક માટે તડકા માં સૂકવવા મૂકવું.

  4. 4

    તેલ ને ગરમ કરી લેવું. રૂમ તાપમાન માં ઠંડુ કરવું. એક તપેલી માં પાણી ઉકાળવા મૂકી પાણી ઉકળે એટલે એમાં લસણ નાં ટુકડા ઉમેરી ૧ મિનિટ માં કાઢી લેવું અને સૂકવી લેવા.

  5. 5

    એક મોટા બાઉલ માં અથાણાં નો સુકો તૈયાર મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર, એક વઘારિયું માં તેલ લઇ ગરમ થઈ એટલે લાલ સૂકા મરચાં, લવિંગ, તજ ઉમેરવા અને એ પણ આ મસાલા માં મિક્સ કરી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું.

  6. 6

    ત્યારબાદ સૂકવેલી કેરી, ચણા, મેથી, લસણ અને થોડું તેલ ઉમેરી બધું મિક્સ કરી એક કાચ ની બરણી માં પહેલા થોડો અથાણાં નો મસાલા નું થોડું લેયર કરી બધું અથાણું ભરવું. અને ઉપર થી તેલ ઉમેરી ઢાંકણ બંધ કરી ૭ દિવસ પછી એ અથાણું ખાવા માટે એકદમ તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes