ઘટકો

  1. ૫૦૦ ગ્રામ અદડીયા નો લોટ
  2. ૪૫૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ૫૦૦ ગ્રામ ઘી
  4. ૧૦ ગ્રામ જાવીન્ટ્રી
  5. ૧ વાટકી દૂધ
  6. ૧૦૦ ગ્રામ કાજૂ
  7. ૧૦૦ ગ્રામ બદામ
  8. ૫૦ ગ્રામ પિસ્તા
  9. થોડી ઇલાયચી જાયફળ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અદડીયા નો લોટ એક થાળીમાં હવારા થી ચારી લો. દૂધ અને જાવીન્ટ્રી તૈયાર રાખો. પછી ખાંડ ને મિક્સરમાં દળી લો.

  2. 2

    હવે એક જાડા લોયામાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઇ જાય એટલે લોટમાં ૨ ચમચા ઘી અને એક વાટકી દૂધ ઉમેરી તેમાં ધાબો દો. લોટ માં ધાબો દહીં લોટને ખૂબ મસળો.

  3. 3

    ત્યારપછી ગરમ ઘીમાં ધાબો દીધેલ લોટ ઉમેરી તેને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં જાવીન્ટ્રી ઉમેરી તેને પણ તેમાં જરાક શેકો. હવે ગેસ બંધ કરી દો. શેકેલા લોટને ગેસ પરથી ઉતારી લો. તેને થોડું ઠંડુ થવા દો.

  4. 4

    હવે કાજૂ નો ભૂકો કરી લેસુ. બદામ અને પિસ્તા ને ઝીણાં ખમણી લેસુ. ત્યારબાદ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો.ઇલાયચી જાયફળ નો પાઉડર તેમાં ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    હવે એક મોટી થાળી લઈ તેમાં ઘી લગાવી લો. ત્યારપછી મિશ્રણને થાળીમાં પાથરી દો. તેની ઉપર તૈયાર કરેલ કાજૂ, બદામ પિસ્તા નું કતરણ ઉમેરો. થોડું ઠંડુ પડે એટલે તેમાં ચાકુ વડે આકા પાડી લો. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અદડીયા. તેનો ભરપૂર આનંદ લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
પર

Similar Recipes