ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

આરબ દેશોમાં લોકપ્રિય .
#Walnuttwists
.(મીઠાઇ)

ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati)

આરબ દેશોમાં લોકપ્રિય .
#Walnuttwists
.(મીઠાઇ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક:૩૦ મીનીટ.
૪-૬
  1. ૧ કપ (૨૫૦ ગ્રામ)મેંદો. -
  2. ½ કપ,દુધ -
  3. ૧ ચપટીમીઠું-
  4. પાણી ½- કણક બાંધવા
  5. 1/2 કપતેલ સન ફલાવર-
  6. 1⅙ ટીસ્પૂનબેંકીંગ પાઉડર -
  7. ૧ ટીસ્પૂનવીનેગર- . ખસ્તા બકલાવા બનાવવા માટે
  8. ૩ કપ ખાંડ ચાસણી માટે- ખાંડ (મેંદો લીધો તે માંપ મુજબ.)
  9. લીંબુ નો નાનો કાપેલો ટુકડો ને ૨ ટીપાં લીંબુનો રસ.ચાસણી સાફ કરવા
  10. ૨ કપચાસણી માટે પાણી -
  11. ૧૫૦ ગ્રામ - માખણ
  12. ૧૨૫ ગ્રામકોનૅફલોર - . ના હોય તો મેંદો
  13. ૧૫૦ ગ્રામઅખરોટ (વોલનટ)- અધકચરા વાટેલા

રાંધવાની સૂચનાઓ

૧કલાક:૩૦ મીનીટ.
  1. 1

    એક લોટ બાંધવા ના વાસણ મેંદો અને મીઠું ચાળી લો.

  2. 2

    તેમાં ૧ ટે.સ્પુન માખણ નું મોણ ઉમેરો, બધું મીક્સ કરો. દુધ અને પાણી, વીનેગર, બેંકીંગ પાઉડર મીક્સ કરી ઘુઘરા ના લોટ જેવો કણક બાંધી લો.

    જે ઈંડા ખાતા હોય તે એક ઉમેરી શકે છે.

    એક વાસણમાં કોનૅફ્લોર ચાળી લો.

  3. 3

    હવે બાંધેલા લોટને મસળી ને તેમાં થી લુવા બનાવવા. અ ને પારદર્શક વણી લેવા

  4. 4

    એક એક લુવા વણાઈ તેમ તેની ઉપર કોરો લોટ ભભરાવો. સાધારણ બધા વણાતા જાય તેમ તેમ લોટ ભભરાવતા જવા.

    કોરો લોટ આખી રોટલી ઉપર ભભરાવવો.

    માખણ ને ઓગળી લેવું.

  5. 5

    એક એક લેયર ને લેતા જવા અને ફરી થી તેને વણીને પારદર્શક પેપર જેવા વણવા.

  6. 6

    હવે બેંકીંગ ડીશ ને તેલ લગાવી તેની ઉપર વણેલી શીટ મુકતાં જાવ અને માખણ લગાવીને તેની ઉપર વોલનટ નો ભુક્કો આખી શીટ ઉપર પાથરવું.
    બધી જ શીટ ને એક પછી એક શીટ મુકતાં જાવ અને માખણ લગાવીને વોલનટ નો ભુક્કો પાથરતા જવા.

    ** બેંકીંગ ટ્રે માં નીચે બે શીટ ની વચ્ચે ખાલી માખણ જ લગાવવું. ને સૌથી ઉપર બે શીટ ની વચ્ચે ખાલી માખણ જ લગાવવું.

  7. 7

    બધું જ પથરાઈ જાય પછી તેમાં શક્કરપારા ના આકાર માં કટીંગ કરવું.
    તેમાં ઉપરથી અને અગાઉ થી ગરમ કરેલું બટર પાથરવું કટીંગ કરવા સાથે.

  8. 8

    આગાઉ થી ગરમ કરેલા ઑવન મા ૧૮૦⁰ ડીગ્રી તાપમાન ઉપર બેક કરવું.

  9. 9

    બૅક થાય ત્યાં સુધી ચાસણી બનાવી લેવી.
    ૩ કપ ખાંડ માં ૨ કપ પાણી ઉમેરી તેમાં લીંબુ નો નાનો કાપેલો ટુકડો અને ૪-૫ ટીપાં લીંબુનો રસ મિક્સ કરવો. ચાસણી ½ તારની બનાવી લેવી.

  10. 10

    ઑવનમા થી ટ્રે બહાર કાઢી લેવી.

  11. 11

    ત્યારપછી તેની ઉપર સાધારણ ગરમ ચાસણી રેડવી. ઠંડા કરીને સર્વ કરવા.

  12. 12

    અલગ અલગ શેપ માં પણ બનાવી શકાય.

    અખરોટ ની બદલે પીસ્તા પણ લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

Similar Recipes